ગાંધીનગર-

ગુજરાતમાં વર્ષ ૨૦૧૬થી ૨૦૧૮ એમ ત્રણ વર્ષના સમય ગાળામાં બાળકીઓ પર દુષ્કર્મની ૩,૭૪૩ ઘટનાઓ બની છે, પોક્સો કાયદા હેઠળની દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે, વર્ષ ૨૦૧૬માં ૧,૦૫૪, વર્ષ ૨૦૧૭માં વધીને ૧,૨૩૩ તો વર્ષ ૨૦૧૮માં વધીને ૧,૪૫૬ ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ છે.

ગુજરાતમાં વર્ષ ૨૦૧૮માં રોજ ચાર બાળકી પીંખાઈ છે તેમ કેન્દ્રના ગૃહ મંત્રાલયના લેટેસ્ટ રિપોર્ટમાં જણાવાયું છે. બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ બાદ કાયદામાં કડક જાેગવાઈ પછીયે ઘટનાઓનું પ્રમાણ વધી રહ્ય્šં છે, જે ચિંતાનો વિષય છે. વર્ષ ૨૦૧૮માં બાળકીઓ પર દુષ્કર્મની દેશમાં કુલ ૨૧,૬૦૫ ઘટનાઓ બની છે. સૌથી વધુ ઘટનાઓ મહારાષ્ટ્રમાં ૨,૮૩૨ બની છે.

બીજા નંબરે ઉત્તર પ્રદેશમાં ૨,૦૨૩, ત્રીજા ક્રમે કર્ણાટકમાં ૧,૪૫૭ અને ચોથા ક્રમે ગુજરાતમાં ૧,૪૫૬ ઘટનાઓ બની છે. આ ઉપરાંત ઓડિસામાં ૧,૪૨૭, પશ્ચિમ બંગાળમાં ૧,૩૭૮, છત્તીસગઢમાં ૧,૨૧૪, તેલંગાણામાં ૧,૧૪૦, હરિયાણામાં ૧,૦૬૮, મધ્યપ્રદેશમાં ૧,૦૪૭ ઘટનાઓ બની છે. ઉલ્લેખનીય છે કે પોક્સોના કેસોમાં આરોપીઓને સજાનું પ્રમાણ પણ નહિવત્‌ છે.

ગુજરાતમાં પહેલી એપ્રિલ ૨૦૧૯થી ૩૧મી માર્ચ ૨૦૨૦ના એક વર્ષના અરસામાં કસ્ટોડિયલ ડેથની કુલ ૬૫ ઘટનાઓ બની છે. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ પાસેથી આ સત્તાવાર માહિતી મંગળવારે સામે આવી છે.

ગુજરાતમાં જે કુલ ૬૫ ઘટના બની છે તેમાં પોલીસ કસ્ટડીમાં ૧૨નાં મોત થયા છે તો જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ ૫૩ના મોત થયાં છે. દેશમાં કુલ પોલીસ કસ્ટડીમાં ૧૧૩ અને જ્યુડિશિયલ કસ્ટડીમાં ૧,૫૮૪ મૃત્યુ થયા છે.

આમ દેશમાં કસ્ટોડિયલ ડેથની કુલ ૧,૬૯૭ ઘટના બની છે. દેશમાં ૧૧૨ના એન્કાઉન્ટર થયા છે, ગુજરાતમાં એક પણ ઘટના બની નથી.