જકાર્તા-

ઈન્ડોનેશિયાના જકાર્તામાં શુક્રવારે ભૂકંપનો આંચકો આવતાં ઓછામાં ઓછા ૩નાં મોત થયા છે અને ૨૪ જણાંને ઈજાઓ થઈ છે.

આ ભૂકંપનું કેન્દ્ર પૂર્વોત્તરમાં આવેલા શહેર માજેની ખાતે ૧૦ કિમી ઊંડે જણાયું છે અને તેની તિવ્રતા રીક્ટર સ્કેલ પર ૬.૨ની હોવાનું મપાયું છે. દેશની આફત વ્યવસ્થાપન કરતી એજન્સીએ કહ્યું હતું કે, આ ભૂકંપ ઈન્ડોનેશિયાના સુલાવેશી ટાપુ ખાતે અનુભવાયો હતો. ભૂકંપને પગલે હજારો લોકો ઘર છોડીને બહાર નીકળી આવ્યા હતા અને નાસભાગ મચી હતી. આ આંચકા અનુભવાયા બાદ સુનામીની કોઈ આગાહી તો નથી ઉચ્ચારવામાં આવી છતાં સાતેક સેકન્ડ સુધી ભારે તિવ્ર ધરતીકંપની અનુભૂતિ થવાથી લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ભૂકંપથી સુલાવેશીના રાજ્યપાલના આવાસને નુકસાન થયું હતું અને અનેક ઠેકાણે વીજ પૂરવઠો ખોરવાઈ ગયો હતો.