રાજકોટ-
સૌરાષ્ટ્રમાં ધરતીકંપનો સિલસિલો યથાવત : જામનગરમાં ૨ની તીવ્રતા અને લાલપુરમાં ૧.૯ની તીવ્રતાથી ધરા ધ્રુજી હતી. સૌરાષ્ટ્રમાં ધરતીકંપનો સિલસિલો હજુ યથાવત છે. દરરોજ ક્યાંકને ક્યાંક ધરતીકંપ નોંધાઇ રહ્યા છે. તેવામાં આજે પણ જામનગર અને લાલપુરમાં ભૂકંપના આંચકા નોંધાયા છે. આ હળવા આંચકાથી લોકોમાં થોડા અંશે ફફડાટ પણ ફેલાયો હતો.
મળતી માહિતી અનુસાર આજે સવારે જામનગર અને લાલપુરમાં ભુકંપના આંચકા નોંધાયા હતા. જેમાં જામનગરમાં સવારે ૬:૧૪ કલાકે ૨ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. જેનું કેન્દ્રબિંદુ જામનગરથી ૪૩ કિમિ સાઉથ ઇસ્ટ તરફ હતું. જ્યારે લાલપુરમાં સવારે ૭:૫૧ કલાકે ૧.૯ની તિવ્રતાનો આંચકો નોંધાયો હતો. જેનું કેન્દ્રબિંદુ લાલપુરથી ૨૩ કિમિ ઇસ્ટ નોર્થ તરફ હતું. આ ભુકંપના આંચકાથી જામનગર અને લાલપુરમાં ભયનો માહોલ છવાયો હતો. જો કે હળવા આંચકાની ઘણા લોકોને અનુભૂતિ પણ થઈ ન હતી. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી ધરતીકંપ નોંધાઇ રહ્યા છે. ભાગ્યે જ કોઈ દિવસ ભુકંપ વગરનો પસાર થાય છે. આમ ભુકંપનો સિલસિલો યથાવત જ રહ્યો છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments