બાફેલી મકાઈ ચટાકેદાર હોય તો ખાવાની મજા પડી જાય છે. તો હવે ટ્રાય કરો મસાલા કોર્ન. તેને મકાઈદાણા અને ચોખાનો લોટ મિક્સ કરીને બનાવવામાં આવે છે. તે ખાવામાં સ્પાઈસી લાગે છે. તેને બનાવવા માટે વધારે સમય પણ નથી લાગતો.

સામગ્રી:

મકાઇના દાણા - 1 કપ,ચોખાનો લોટ - અઢી ચમચા,મકાઇનો લોટ - 2 ચમચા,મરીનો ભૂકો - પા ચમચી,સમારેલું કેપ્સિકમ - અઢી ચમચા,સમારેલી કોથમીર - અઢી ચમચા,મરચાં - 1 ચમચી,લીંબુનો રસ - દોઢ ચમચી,મીઠું - સ્વાદ અનુસાર,તેલ - તળવા માટે.

બનાવવાની રીત :

મકાઇના દાણાને ધોઇને પાણી નિતારી લો. એક બાઉલમાં મકાઇના દાણા લઇ તેમાં મીઠું અને મરીનો ભૂકો મિક્સ કરો. ચોખા અને મકાઇના લોટને મિક્સ કરોજો લોટ મકાઇના દાણા સાથે ચોંટતો ન હોય તો થોડું પાણી ઉમેરી શકો છો. તેને થોડી વાર રહેવા દો.હવે એક પેનમાં તેલ ગરમ કરી. તેમાં થોડા થોડા કરીને મકાઇના દાણા નાખો અને ઢાંકી દો જેથી તે પોપ-અપ થઇને બહાર ન નીકળી જાય. મકાઇના દાણા ક્રિસ્પી થાય ત્યારે તેને કાઢી લોપેનમાં એક ચમચી તેલ ગરમ કરો. તેમાં લીલાં મરચાં અને કેપ્સિકમને સાંતળો.કોથમીર, લીંબુ અને મરીનો થોડો ભૂકો નાખીને સાંતળો. મકાઇના દાણાને આમાં મિક્સ કરીને ગરમાગરમ કોર્નમસાલાનો સ્વાદ માણો.