કેટલાક લોકો માને છે કે કેળા ખાવાથી તેઓ જાડા થઇ જશે, પરંતુ કેળામાં રહેલી સારી ફેટ અને પ્રોટીનની આપણા શરીરને ખાસ જરૂર છે. જો તમે રોજ બે કેળા એક કપ દુધ અને પાંચ બદામ ખાવ છો તો તમને દિવસભરનુ ન્યુટ્રીશન એક જ નાશ્તામાં મળી જશે. કેળામાં ફાઇબરની માત્રા પણ ખુબ હોય છે. તે તમારા પાચનતંત્રને મજબુત બનાવે છે. કેળા ખાવાથી તમે જાડા થતા નથી, પરંતુ તમારા શરીરને ન્યુટ્રીશન મળે છે અને તમારુ શરીર યોગ્ય સમયે જમવાનુ માંગે છે. જાણો કેળા ખાવાથી શરીરને બીજા કયા કયા ફાયદા મળે છે.

• આપણા શરીરને વિટામીન્સ અને ઇન્સ્યુલીનના યોગ્ય નિર્માણ માટે વિટામીન બી6 ની જરૂર હોય છે. કએળામાં ઘણુ બધુ વિટામીન બી6 મળી આવે છે. રોજ સવારે એક કે બે કેળા ખાવાથી વિટામીન બીની કમી થતી નથી. વિટામીન બી6 મહિલાઓને બ્રેસ્ટ કેન્સરથી પણ બચાવે છે.

• કેળા ખાવાથી વ્યક્તિનુ બ્લડ પ્રેશર નોર્મલ રહે છે. ખાસ કરીને હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે રોજ કેળાનુ સેવન લાભદાયી છે. કેળામાં આયરનની માત્રા વધુ હોય છે. આ કારણે શરીરમાં લોહીની કમી થતી નથી.

• કેળા ખાવાથી વ્યક્તિના શરીરમાં મેગ્નેશિયમની કમી રહેતી નથી. મેગ્નેશિયમની કમી હોય તો વ્યક્તિને સારી ઉંઘ આવતી નથી. આંખોની આસપાસ ડાર્ક સર્કલ, સ્વભાવ ચિડિયો થઇ જવો જેવી સમસ્યાઓ રહે છે.

• કેળામાં રહેલા એન્ટી ઓક્સીડન્ટ તત્વ વ્યક્તિને વૃધ્ધ થતા રોકે છે. રૂટિનમાં કેળા ખાનારી વ્યક્તિની ત્વચા સોફ્ટ અને ગ્લોઇંગ રહે છે. દાંતોની સમસ્યા માટે પણ કેળા લાભદાયક છે.

• જે બાળકોની હાઇટ વધતી નથી તેમને સવારે બે કેળા ગાયના દુધ સાથે ખાવા માટે આપવા જોઇએ. થોડા મહિનાઓમાં તમે તેમની હાઇટ વધેલી નોંધી શકશો. કુપોષણના શિકાર બાળકો માટે દુધ સાથે કેળાનુ સેવન પણ જરૂરી છે. કેળા વ્યક્તિને નોર્મલ વેઇટ જાળવી રાખવામાં મદદ કરે છે.

• કેળા ખાવાનો યોગ્ય સમય સવારનો છે. સવારે ભુખ્યા પેટે તમે કેળા ખાઇ શકો છો. બપોરે પણ કેળા ખાઇ શકો છો, પરંતુ સંધ્યાકાળ બાદ કેળા ન આરોગવા જોઇએ.