ગુજરાતના દરિયાકાંઠેથી મળેલ હેરોઈન પ્રકરણમાં ED તપાસમાં જોડાઈ: 6 લોકોની અટકાયત
22, સપ્ટેમ્બર 2021

અમદાવાદ-

ગત્ત અઠવાડિયે અફઘાનિસ્તાનથી વાયા ઈરાન થઈને મુન્દ્રા આવેલા બે કન્ટેનરમાંથી 3000 કિલો હેરોઈનનો જથ્થો મળી આવતા હેરોઈનની દાણચોરી ફરી સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે તો બીજી તરફ આ હેરોઈનની સતાવાર રીતે કોઈ કિંમત જાહેર કરવામાં આવી નથી પણ આ હેરોઈનની વૈશ્વિક બજારમાં કિંમત 21000 આંકવામાં આવી રહી છે. આ દરમિયાન હિરોઈન પ્રકરણમાં ઇન્ફોરસમેન્ટ ડિરેક્ટરોટ(ઇડી) પણ તપાસ માં જોડાઈ છે. અને એજન્સીઓ સાથે મળીને આ પ્રકરણમાં સંડોવાયેલા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે આ પ્રકરણમાં હજુ વધુ મોટા ખુલાસા થવાની સંભાવનાઓ છે. આ ઉપરાંત પ્રાથમિક તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, આ હસન હુસેન કંપનીએ આ બે કન્ટેનર પહેલા પણ બે કન્ટેનર ભારતમાં ઘુસાડવામાં આવ્યા હતા. જેમાંથી એક કન્ટેનર દિલ્હી પહોંચ્યું હોવાનું બહાર આવ્યું છે. તો અન્ય બીજુ કન્ટેનર ક્યાં પહોંચાડવામાં આવ્યું છે તેની તપાસ પણ કરવામાં આવશે. આ હેરોઈન પ્રકરણમાં અનેક તપાસ એજન્સીઓ જોડાઈ છે. અને DRI એ અત્યાર સુધીના સૌથી મોટા હેરોઈન પ્રકરણને બહાર લાવ્યું છે. તો અફઘાનિસ્તાન અને તાલિબાનના કનેક્શનના કારણે NIA પણ તપાસમાં જોડાશે તેવી સંભાવનાઓ થઈ રહી છે ત્યારે ઇન્ફોરસમેન્ટ ડિરેક્ટરોટ (ED) એ પણ આ અંગે મની લોન્ડરિંગની દિશામાં તપાસ શરૂ કરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution