ગાંધીનગર-

રાજ્યમાં આવેલી યુનિવર્સીટીના શૈક્ષણિક સ્ટાફ માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા યુનિવર્સીટીના શૈક્ષણિક સ્ટાફને સાતમા પગારપંચનો લાભ આપવાનું ગૃહમાં શિક્ષણમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. સરકારના અ નિર્ણયથી રાજ્યની તમામ યુનિવર્સીટીના શૈક્ષણિક સ્ટાફમાં આનંદ છવાઈ જવા પામ્યો હતો.

રાજ્યમાં આવેલી યુનિવર્સીટીમાં ફરજ બજાવતા શૈક્ષણિક સ્ટાફ દ્વારા તેઓની પડતર માંગણીઓને લઈને અનેકવાર સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે તાજેતરમાં જ 6 મહાનગરપાલિકા તેમજ જીલ્લા-તાલુકા પંચાયત તેમજ નગરપાલીકાના પરિણામ આવી ગયા બાદ વિધાનસભા સત્ર શરુ થતા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગૃહમાં જાહેરાત કરી હતી. ત્યારે તા.1-1-૨૦૧૬ થી કર્મચારીઓને સાતમાં પગારપંચનો લાભ આપવાનું સરકારે નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે કર્મચારીઓને એરિયર્સના પ્રથમ હપ્તાના 50 ટકા ટૂંક સમયમાં આપવામાં આવશે. જેથી રાજ્યની તમામ યુનિવર્સીટીના શૈક્ષણિક સ્ટાફમાં ખુશી વ્યાપી જવા પામી હતી.