વાઘોડિયા,તા.૧

રાજ્યમાં બે કાબુ વાહન ચાલકો નિર્દોષ લોકોને અડફેઠે લઈ રહ્યા છે તેમાં વડોદરાના વાઘોડિયામાં વધુ એક કિસ્સો રફતારનો કહેર જાેવા મળ્યો છે વડોદરા મકરપુરા જીઆઇડીસી માં પંકજભાઈ મકવાણા કંપની ધરાવે છે તેમની દીકરી પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હોય તેનો ડ્રાઇવર જાવેદ શેખ રહે તાંદલજા વડોદરા વેન્યુ કાર લઈ લેવા મુકવા આવે છે. આજે બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ લિમડા ગામ તરફથી ડ્રાઈવરે બે કાબુ કારને લઈ ઘસી આવતા પ્રથમ ડસ્ટર ગાડીને અડફેટે લિધા બાદ, એક ઊભેલી ઈક્કો કારને તથા બે સાયકલનો ખુર્દો બોલાવી ચાર ટુ વ્હિલરને અડફેટે લઈ ગાડી જાેરદાર થ્રી વ્હિલર ટેમ્પોમા ભટકાઈ અટકી ગઈ હતી. જેથી થ્રી વ્હિલર સાથે ટકરાતા ટેમ્પા આગળ ઊભેલી પલ્સર ટેમ્પાનીચે ચગદાઈ ગઈ હતી. આશરે આઠ જેટલા વાહનોનો કચ્ચરઘાણ વડતા લોકોના ટોડેટોડા ઘટના સ્થળે એકત્ર થયા હતા. અકસ્માતમા સ્થાનિક એક મહિલા અને બે રાહદારી પુરૂષોને નાની એવી ઈજાઓ પહોંચી હતી. સદ્‌ નશીબે પાર્કીંગ કરેલા વાહનોના કારણે જાનહાની ટળી હતી.જાેકે અકસ્માતની ઘટનાની જાણ કાર માલિકને થતા તેવો ઘટના સ્થળે પહોંચી તેના મિત્ર રાજેસ દેશમુખને મધ્યસ્થ બનાવી મામલાને રુપીયાના જાેરે પતાવટની કોશીષ કરી હતી.જાેકે ઘટના સ્થળે પોલીસ પહોંચી ડ્રાઈવર જાવેદ શેખને પોલીસ મથકે લઈ આવી હતી.આ આખા અકસ્માતનો વિડીયો સોશ્યિલ મિડીયામા વાયરલ થતા મિડીયા તાત્કાલીક પહોંચી જતા આખો મામલો કવરેજ કરતા માલેતુજારનો ખેલ પતાવટનો પાર પડ્યો ન હતો.જાેકે રુપીયાની ગર્મીથી મામલો રફેદફે થઈ શકે છે. પરંતુ આટલા વાહનોમાંથી કોઈ નિર્દોષનો જીવ ગયો હોત તો શુ થાત. ? રફતારના કહેર સામે સામાન્ય માણસને રોડપર ચાલવાનો કે વાહન હંકારવાનો હક્ક આવા લોકો છીનવી લેશે તો કાયદોને વ્યવસ્થા શુ કરશે.ઘટનાના સાક્ષીઓના કહેવા પ્રમાણે બે કાબુ કારથી બચવા રિતસર અફરાતફરી સર્જાઈ હતી, લોકોનો જીવ પડીકે બંઘાતા જ્યા જગ્યા મડી ત્યાં લપાઈ ગયા હતા.કાર વધુ ૫૦ મિટર આગડ ગઈ હોત તો વાઘોડિયા વડોદરા રોડપર અસંખ્ય વાહન ચાલકોને અડફેટે લઈ મોટો મૃત્યુઆંક વધારી દેત તેવી શંકા સ્થાનિકોએ સેવી હતી.ત્યારે બેકાબુ કાર ચાલક સામે કાયદાનો સિકંજાે કેવો કસાય છે તે જાેવુ રહ્યુ.