03, જુલાઈ 2025
અમદાવાદ |
1683 |
અમદાવાદના ઠક્કરનગર ચાર રસ્તા પાસે એએમટીએસ બસની અડફેટે એક ૬૮ વર્ષની વૃધ્ધાનું મોત થતા ખળભળાટ મચી ગયો હતો. વૃધ્ધા સાથે અકસ્માત સર્જાયા બાદ બસના ચાલકે પોતાનુ વાહન રોકી દીધું હતુ અને પોતે જ પોલીસને ફોન કરીને અકસ્માતની જાણ કરી હતી. આ બનાવની જાણ થતા જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.
પોલીસે વૃધ્ધાની લાશને પોસ્ટમાર્ટમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપી હતી. બનાવ અંગે પોલીસે બસના ચાલકની અટકાયત કરી હતી. પોલીસે ઠક્કરનગર ચાર રસ્તા તથા તેની આસપાસના સીસીટીવી ચકાસવાની કામગીરી શરૂ કરી હતી. પોલીસે વૃધ્ધાની ઓળખ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે. જોકે, હજીસુધી વૃદ્ધાનો કોઈ વાલીવારસો મળ્યો નથી. પોલીસે તેમની તલાશ શરૂ કરી છે.