ભાવનગર-

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટેના ફોર્મ પણ ભરાઈ ગયા છે જાે એક વોર્ડ અથવા એક બેઠક પર ૧૫થી વધુ ઉમેદવારો થશે તો બે ઈવીએમ મૂકવા પડશે. ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ૧૩ વોર્ડમાંથી ૮ વોર્ડમાં ૧૫થી વધુ ઉમેદવારો નોંધાયા છે હવે જાેવાનું એ રહ્યું કે આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે તો આજે સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે.

જાે આ છેલ્લા દિવસ દરમિયાન એક બેઠક પરથી ૧૫થી વધુ ઉમેદવારો નોંધાશે તો તંત્રની મુશ્કેલીમાં વધારો થશે. કારણકે તમામ મતદાન મથક પર બે બેલેટ યુનિટ મૂકવા પડે છે. જાે એક વોર્ડમાં ભાજપ-૪, કાૅંગ્રેસ-૪, અને અપક્ષ અથવા અન્ય પાર્ટી થઈ વગેરે ઉમદેવારોની સંખ્યા ૧૫ કરતા વધી જવાની શક્યતાઓ છે તો તેવી પરિસ્થિતિમાં સર્જાય તો જે તે વોર્ડના તમામ મતદાન મથક પર બે ઈવીએમ મુકવા પડે તેમ જણાય રહ્યું છે. જાે વોર્ડ વાઈઝ જાેયે તો વોર્ડ નંબર. ૧ચિત્રા-ફુલસર- નારીમાં કુલ-૨૪ ઉમેદવારો છે, વોર્ડ નંબર ૨ કુંભારવાડામાં ૨૦ ઉમેદવારો છે, વોર્ડ નંબર ૩ વડવા-બ ૨૩ ઉમેદવારો છે, વોર્ડ નંબર ૪ કરચલીયા પરામાં ૧૯ ઉમેદવારો છે, વોર્ડ નંબર ૫ ઉત્તર કૃષ્ણનગર-રૂવામાં ૧૮ ઉમેદવારો છે, વોર્ડ નંબર ૬ પીરછલ્લામાં ૧૬ ઉમેદવારો છે, વોર્ડ નંબર ૭ તખ્તેશ્વરમાં ૧૭ ઉમેદવારો છે, વોર્ડ નંબર ૧૦માં ૧૬ ઉમેદવારો છે.