અમદાવાદ-

આજે સ્થાનિક સ્વારાજની ચૂંટણી યોજાઇ રહી છે. જે અંતર્ગત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં વહેલી સવારથી સારો માહોલ જોવા મળી રહ્યો છે. ધોળકા ખાતે શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મતદાન કર્યું હતું. આ સાથે ભાજપનો બહુમતીથી વિજય થશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.