અમદાવાદ-

જામનગર જીલ્લા પંચાયતના ર4 બેઠકોમાંથી 10 બેઠકોનું પરિણામ જાહેર થયું છે. જેમાં 8 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. એક એક બેઠક કોંગ્રેસ અને બસપાને મળી છે. જામનગર જીલ્લા પંચાયતની 24 બેઠકો પૈકી 10 બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થઈ ચુક્યું છે. જેમાં 8 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. જયારે એક બેઠક પર કોંગ્રેસ અને એક બેઠક પર બહુજન સમાજવાદી પાર્ટીનો વિજય થયો છે. જામનગર મહાનગર પાલિકાની ચુંટણીની જેમ આ વખતે જામનગર જીલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ ભાજપ આગળ ચાલી રહ્યું છે.

જામનગર જીલ્લા પંચાયતની 24 બેઠકો પૈકી બપોરના 1 વાગ્યા સુધીનું પરિણામ આમરા બેઠક પર ભાજપના ઉમેદવાર નયનાબેન રણછોડભાઈ પરમાર, અલીયા બેઠક પર ભાજપના ઉમેદવાર કમલેશભાઈ નારણભાઈ ધમસાણીયા, ધુતારપુર બેઠક પર ભાજપના ભરતભાઈ ગોરધનભાઈ બોરસદિયા, ખંઢેરા બેઠક પર ભાજપના જગદીશભાઈ નાથાભાઈ સાંગાણી,ખરેડી બેઠક પર કોંગ્રેસના કાંતાબેન તાળા, નવાગામ બેઠક પર ભાજપના ગોમતીબેન મેઘજીભાઈ ચાવડા,ભણગોર બેઠક પર ભાજપના કરશનભાઈ ભીખાભાઈ ગાગિયા,મોટીગોપ બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવારનો વિજય થયો હતો., અહીંથી હેંમત ખવાના માતા ચૂંટણી લડ્યા હતા. ગીંગણી બેઠક પર ભાજપના મયબેન ગલાભાઈ ગરચર, સતાપર બેઠક પર ભાજપના હર્ષદીપ પ્રભુદાસ સુતરીયાનો વિજય થયો છે.જામનગર જિલ્લાની પંચાયતની અલીયા બેઠક પર કમલેશ ધમસાણીયાનો વિજય થયો છે.