લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, એપ્રીલ 2026 |
વડોદરા |
2376
વડોદરા કોર્પોરેશનની ચૂંટણી માટે ઉમેદવારોએ વિવિધ વોર્ડમાં ચૂંટણી પ્રચાર જાેર શોરથી શરૂ કર્યો છે. ત્યારે છાણી જકાતનાકા પાસે વોર્ડ નંબર ૨માં આવેલ એકતા નગરના રહીશો રોષે ભરાયા છે. સ્થાનિક રહીશોએ કહ્યુ હતુ કે, એકતા નગરમાં ડ્રેનેજ મીશ્રીત ગંદુ અને ડહોળુ પાણી આવે છે. આ અંગે પાલિકા તંત્ર સમક્ષ રજૂઆતો કરાઈ હતી છતાં પણ કોઈ આવ્યુ ન હતુ.
અને પાણીની પાઇપો લીક થતી હોવાનું બહાનું બતાવ્યું હતું. એકતા નગર વિસ્તારને કેટલાક કાઉન્સિલરોએ દત્તક લીધો છે. પરંતુ માત્ર કાગળ પર દત્તક લીધુ છે કોઈ કામ કરતા નથી. સ્થાનિકોએ આક્ષેપ કરતા એમપણ કહ્યું હતુ કે, ક્યારેય આ વિસ્તારની મુલાકાત લીધી નથી. હવે જ્યારે પાલિકાની ચૂંટણીઓ આવી છે. ત્યારે ઉમેદવારો ફરી વોટ માંગવા દેખાઈ રહ્યા છે. પરંતુ સ્થાનિક રહીશોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી સાથે સોસાયટીમાં બોર્ડ લગાડ્યા છે. એકતા નગર વિસ્તારમાં અંદાજિત ૩૦૦૦ જેટલા મતદારો હોવાથી તમામ ઉમેદવારો આ વિસ્તારમાં મતદારોને રિઝવવા પ્રયાસ કરી રહ્યા છે.
ન્યુ વીઆઈપી રોડ વોર્ડ-૬માં આવતા સુમેરૂ ડુપ્લેક્સના રહીશોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાના બેનરો લગાડ્યા છે. જેમાં જણાવ્યું હતું કે, જે તે વખતે અગાઉના કોર્પોરેટરો સ્થાનિકોની પાયાની મુખ્ય સુવિધાઓ આપવામાં નિષ્ફળ નિવડયા છે. વારંવાર રજૂઆત છતાં પણ આંખ આડા કાન કોર્પોરેટરોએ કર્યા હતા. સ્થાનિક સુવિધાઓ આપવામાં પણ વામણા પુરવાર થયા છે. રહીશોએ આક્ષેપ કરતા કહ્યું કે, કોર્પોરેટરો વિસ્તારમાં પાંચ વર્ષમાં ક્યારેય ફરક્યા નથી કે કોઈપણ મુશ્કેલીમાં દેખાયા નથી. વારંવાર ધક્કા ખાવા છતાં પણ પ્રોપર્ટી કાર્ડ નિકળ્યા નઓથી.
પ્રાથમિક સુવિધાનો અભાવ છે. જેમાં સૌથી અગત્યના અત્યંત ઓછા પ્રેસર થી અને ગંદા પાણીની સમસ્યા દૂર કરી અને પ્રેશરથી પૂરતા પ્રમાણમાં પાણી આપવાની રહીશોએ કરેલી માંગ પણ સ્થાનિક કોર્પોરેટરોએ ધ્યાને લીધી નથી. સ્વચ્છતાની વાતો પોકળ સાબિત થઈ છે. આવું ગંદકીનું સામ્રાજ્યથી દૂર કરી ગાર્ડનની અનામત ખુલ્લી જગ્યામાં ગાર્ડન બનાવવાની માંગ પણ પૂરી કરી શક્યા નથી. જેથી કામ નહી તો વોટ નહીના ઉલ્લેખ સાથે ચૂંટણી બહિષ્કારના બેનર લગાડ્યા છે.