છઠ્ઠા તબક્કાના મતદાન માટે ચુંટણી પ્રચાર સમાપ્ત ૫૮ બેઠકો પર ૯૦૦ ઉમેદવારો ચૂંટણી મેદાનમા
નવીદિલ્હી :લોકસભા ચૂંટણી ૨૦૨૪ને ધ્યાનમાં રાખીને છઠ્ઠા તબક્કાનું મતદાન ૨૫ મેના રોજ થશે તેના માટેનો ચુંટણી પ્રચાર આજે સાંજે સમાપ્ત થયો છે.ચુંટણી પ્રચારના અંતિમ દિવસે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ રોડ શો,રેલીઓ કરી હતી અને મતદારોને આકર્ષિત કરવાના પ્રયાસો કર્યા હતાં.છઠ્ઠા તબક્કામાં બિહારની ૮, હરિયાણાની ૧૦, જમ્મુ-કાશ્મીરની ૧, ઝારખંડની ૪, દિલ્હીની ૭, ઓડિશાની ૬, ઉત્તર પ્રદેશની ૧૪ અને પશ્ચિમ બંગાળની ૮ બેઠકો પર મતદાન થશે.
છઠ્ઠા તબક્કાનું મતદાન ૨૫ મેના રોજ થવાનું છે.આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૫૮ લોકસભા બેઠકો પર મતદાન થશે. દરમિયાન ચૂંટણી મેદાનમાં ઉતરેલા મોટાભાગના ઉમેદવારો હરિયાણાના છે. વાસ્તવમાં હરિયાણામાં ૧૦ સીટો માટે ૨૩૯ ઉમેદવારો મેદાનમાં છે.અન્ય રાજ્યોની વાત કરીએ તો બિહારની ૮ સીટો માટે ૮૯ ઉમેદવારો મેદાનમાં છે. જમ્મુ-કાશ્મીરમાં એક સીટ માટે મતદાન થશે. ઝારખંડમાં ૪ બેઠકો માટે ૯૬ ઉમેદવારો મેદાનમાં છે. દિલ્હીની ૭ બેઠકો માટે ૧૬૬ ઉમેદવારો મેદાનમાં છે. ઓડિશામાં ૬ સીટો માટે ૬૫ ઉમેદવારો મેદાનમાં છે. ઉત્તર પ્રદેશમાં ૧૪ બેઠકો માટે ૧૬૪ ઉમેદવારો મેદાનમાં છે. પશ્ચિમ બંગાળમાં ૮ બેઠકો માટે ૮૧ ઉમેદવારો મેદાનમાં છે. આ રીતે છઠ્ઠા તબક્કામાં ૫૮ બેઠકો માટે કુલ ૯૦૦ ઉમેદવારો મેદાનમાં છે.છઠ્ઠા તબક્કામાં ૨૫ મેના રોજ યુપીના સુલતાનપુર, પ્રતાપગઢ, ફૂલપુર, પ્રયાગરાજ, આંબેડકરનગર, શ્રાવસ્તી, ડુમરિયાગંજ, બસ્તી, સંત કબીરનગર, લાલગંજ, આઝમગઢ, જૌનપુર, મચ્છીશહરમાં મતદાન થશે