આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ-ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાશે

વડોદરા, તા.૨૪

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના મેયરના અધ્યક્ષ સ્થાને નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના સભાખંડમાં યોજાશે. તયારે આ બંને પદ કોને મૂકવામાં આવે છે તેની અટકળો શરૂ થઈ છે. જાે કે દાવેદારોએ તેમના ગોડ ફાધરોને મળીને પદ મેળવવા એડી ચોટીનું જાેર લગાવ્યું હતું. ત્યારે આવતીકાલે કોને અધ્યક્ષ-ઉપાધ્યક્ષ બનાવાય છે તેની સ્પષ્ટતા થશે.

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ૧૨ ચૂંટાયેલા સભ્યો જયારે એક સરકારી અને બે બિન સરકારી મળીને ૧૫ સભય છે. આવતીકાલે સવારે ૧૧ વાગે શિક્ષણ સમિતીના સભાગૃહમાં નવા અધ્યક્ષ-ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાશે. શહેર ભાજપ સંગઠનની અન્ય પ્રશ્નોની ચર્ચા કરવા માટે મીટીંગ મળી હતી. ત્યારે શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને .પાધ્યક્ષના વરણી સંદર્ભે પણ ચર્ચા વિચારણા કરાઈ હતી અને ૧૪માંંથી કોઈની પણ પસંદગી કરવા પ્રદેશને જણાવાયુ હોવાનું જાણવા મળે છે. પ્રદેશમાંથી આ બંને હોદ્દાના નામ પર મહોર મારીને બંધ કવરમાં મેન્ડેટ મોકલાશે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષઢઉપાધ્યના હોદ્દાની મુદત અઢી-અઢી વર્ષની છે. ગત ટર્મમાં વર્ષ ૨૦૧૬માં આ નિયમ અમલી બનાવાયો છે. ત્યાં સુધી સમિતિના અધ્યક્ષ -ઉપાધ્યક્ષની મુદત પાંચ-પાંચ વર્ષની હતી. આવતીકાલે મેયરની અધ્યક્ષતામાં સમિતિના અધ્યક્ષની ચૂંટણી યોજાશે. જાે કે ભાજપા વર્તુળોમાં નગર પ્રાથમીક શિક્ષણ સમિતિમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષપદે ડો.હેમાંગી જાેષી, શમિષ્ઠાબેન સોલંકી, કિરણ સાળુંકે, રીટાબેન માંજરાવાલા અને ભરત ગજજરના નામો ચર્ચામાં હોવાનું જાણવા મળે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution