છોટાઉદેપુર : છોટાઉદેપુર નગર પાલિકાની અઢી વર્ષ ની ટર્મ પુરી થતા હાલ તા. ૨૪ ના રોજ પ્રમુખ - ઉપપ્રમુખ ની ચૂંટણી થવા જય રહી છે. નગર પાલિકા માં અઢી વર્ષ ની સત્તા બહુજન સમાજ પાર્ટીએ અપક્ષોના ટેકા થી હાસિલ કરી હતી. અને કોંગ્રેસ - ભાજપ વિપક્ષમાં બેઠા હતા જયારે હવે બસપા અપક્ષ સદસ્યો સાથે છેડો ફાડી કોંગ્રેસ સાથે ગઠબંધન કરી રહ્યું છે.  

બસપા કોંગ્રેસ ના ટેકા સાથે ફરીથી સત્તા કબ્જે કરશે તેવું જણાઈ રહ્યું છે. પરંતુ રાષ્ટ્રીય પાર્ટી એક પ્રાદેશિક પાર્ટીને ટેકો આપતા કસ્બા વિસ્તાર ના કોંગ્રેસી કાર્યકર્તાઓમાં અસન્તોષ ની લાગણી જણાઈ રહી છે. અને આને લઇ કસ્બા વિસ્તારમાં એક નનામી પત્રિકા ફરતી થઇ છે. જેમાં કસ્બા વિસ્તાર સાથે કોંગ્રેસે અન્યાય કર્યાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પત્રિકામાં એમ પણ લખવામાં આવ્યું છે કે કોંગ્રેસે આજ સુધી કસ્બા વિસ્તારમાંથી ખોબે ખોબા મત લીધા છે. પરંતુ કોઈ જ પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી. જો કોંગ્રેસ પોતે સત્તા પર આવે તો હાલ ના સામી કારણ મુજબ આ વિસ્તાર ને પ્રમુખ કે ઉપપ્રમુખ નો હોદ્દો મળે અને આ વિસ્તારનો સાચો વિકાસ થાય એમ આ પત્રિકામાં જણાવાયું છે.

હાલના સમી કરણ મુજબ બસપા પાસે ૯ સદસ્ય , કોંગ્રેસ ના ૮ સદસ્ય, ભાજપ - ૪ અને બીટીપી ના ૨ સદસ્યો છે જયારે ૫ સદસ્ય અપક્ષ ચૂંટાયેલા છે. એક રાષ્ટ્રીય પક્ષ પોતાનું સન્માન ભૂલી પ્રાદેશિક પક્ષ ને ટેકો કરતા સ્થાનિક કોંગ્રેસી કાર્યકર્તાઓ માં અસન્તોષ થયો હોવાની ચર્ચાએ નગરમાં જોર પકડ્યું છે. ચુંટણીને કારણે ખૂબ જ રસાકસીનો માહોલ સર્જાયો છે. લોકોને પરીણામ જાણવાની ઘણી ઉત્સુકતા છે.