ગાંધીનગર-

કોંગ્રેસના અહેમદ પટેલ અને ભાજપના અભય ભારદ્વાજના નિધનથી રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી છે. ત્યારે આ બે બેઠકોની ચૂંટણી 1લી માર્ચે યોજવામાં આવશે. જેના ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી રખાઇ છે. પહેલી માર્ચે સવારે 9થી 4 વાગ્યા સુધી મતદાન યોજાશે. બંને બેઠકોનું મતદાન અલગ-અલગ યોજવામાં આવશે. રાજ્યસભાની ચૂંટણીનું જાહેરનામું 11 ફેબ્રુઆરીએ જાહેર થશે. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 ફેબ્રુઆરી છે. 19 ફેબ્રુઆરીએ ઉમેદવારોએ ફોર્મ ભરવાનું રહેશે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી રખાઇ છે. પહેલી માર્ચે સવારે 9થી 4 વાગ્યા સુધી મતદાન થશે. ચૂંટણીની મતગણતરી 1લી માર્ચે સાંજે 5 વાગે થશે.​​​​​

રાજ્યસભામાં ગુજરાતની કુલ 11 બેઠક, રાજ્યસભામાં ગુજરાતની કુલ 11 બેઠક છે. આ પૈકીની સૌથી વધુ 7 બેઠક હાલ ભાજપના ખાતામાં છે, જ્યારે બાકીની બેઠકો હાલમાં કૉંગ્રેસ પાસે છે. ભાજપમાંથી પરસોતમ રૂપાલા, મનસુખ માંડવિયા, નરહરિ અમીન, અભય ભારદ્વાજ, રમીલા બારા, ડૉ.એસ.જયશંકર અને જુગલજી ઠાકોર સાંસદ છે. કૉંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ, અમીબેન યાજ્ઞિક, નારણસિંહ રાઠવા સાંસદ છે. અને અહેમદ પટેલ સાંસદ હતા, જેમાંથી ભાજપના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલનું નિધન થયું છે. જેથી હાલ આ બંને બેઠક પર ફરી રાજ્યસભાની ચૂંટણી યોજાશે.