અમદાવાદ-

એશિયાની સૌથી મોટી બનાસકાંઠા જિલ્લામાં આવેલી બનાસડેરીની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણી જાહેર કરી છે. બનાસ ડેરીમાં કુલ સાડા ત્રણ લાખ જેટલા પશુપાલકો રોજનું 50 લાખ લીટર દૂધ ભરાવે છે. વાર્ષિક 9 હજાર કરોડ રૂપિયાનું ટર્ન ઓવર ધરાવતી બનાસ ડેરી માત્ર ભારતની નહીં પરંતુ એશિયાની સૌથી મોટી દૂધ ડેરી છે. 16 ડિરેક્ટરો માટે 19 ઓક્ટોબરે ચૂંટણી યોજવામાં આવશે. જેનું 20 ઓક્ટોબરે ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે 22 સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે અને 29 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે 30 સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. 1 ઓક્ટોબરે માન્ય ઉમેદવારી પત્રોની યાદી જાહેર થશે 8 ઓક્ટોબર સુધી ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે. 9 ઓક્ટોબરે ઉમેદવારોને ચિન્હ ફાળવણી કરાશે