લોકસભાની ચોથા તબક્કા માટેની ચૂંટણીપ્રચારનો અંત

લોકસભાની ચોથા તબક્કા માટેની ચૂંટણીપ્રચારનો અંત

નવીદિલ્હી

લોકસભા ચૂંટણી ૨૦૨૪ના ત્રણ તબક્કા ૧૯ એપ્રિલ, ૨૬ એપ્રિલ અને ૭ મેના રોજ પૂર્ણ થયા છે. ચોથા તબક્કામાં ૧૦ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની ૯૬ લોકસભા બેઠકો માટે મતદાન થશે. લોકસભાના ચોથા તબક્કામાં બિહાર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને ઝારખંડ સહિત ૧૦ રાજ્યોમાં મતદાન થશે. ૪ જૂને મતગણતરી થશે.લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં આંધ્રપ્રદેશમાંથી ૨૫, બિહારમાંથી ૫, જમ્મુ-કાશ્મીરમાંથી ૧, ઝારખંડમાંથી ૪, મધ્યપ્રદેશમાંથી ૮, મહારાષ્ટ્રમાંથી ૧૧, ઓડિશામાંથી ૪, તેલંગાણામાંથી ૧૭ ઉમેદવારો મેદાનમાં છે. ઉત્તર પ્રદેશમાંથી ૧, પશ્ચિમ બંગાળની ૧૩ અને ૮ લોકસભા બેઠકો માટે મતદાન થશે.લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં ૧૦ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની ૯૬ બેઠકો પર મતદાન માટે કુલ ૧૭૧૭ ઉમેદવારો મેદાનમાં છે. ચોથા તબક્કામાં આંધ્રપ્રદેશની કુલ ૨૫ બેઠકો માટે મતદાન થશે. તેમાં અરાકુ એસટી શ્રીકાકુલમ, વિઝિયાનગરમ, વિશાખાપટ્ટનમ, અનાકાપલ્લે, કાકીનાડા, અમલાપુરમ એસસી , રાજામુન્દ્રી, નરસાપુરમ, એલુરુ, માછલીપટ્ટનમ, વિજયવાડા, ગુંટુર, નરસારોપેટ, બાપટલા એસસી , ઓન્ગોલે, નંદ્યાલ, કુર્નુલ, નરપતિ એસસી, રાજમપેટ અને ચિત્તૂર (એસસી) લોકસભા બેઠકો પર મતદાન થશે બિહારમાં દરભંગા, ઉજિયારપુર, સમસ્તીપુર, બેગુસરાય અને મુંગેર લોકસભા બેઠકો માટે મતદાન થશે. મધ્યપ્રદેશની દેવાસ, ઉજ્જૈન, મંદસૌર, રતલામ, ધાર, ઈન્દોર, ખરગોન અને ખંડવા લોકસભા બેઠકો માટે મતદાન થશે.મહારાષ્ટ્રની નંદુરબાર, જલગાંવ, રાવેર, જાલના, ઔરંગાબાદ, માવલ, પુણે, શિરુર, અહમદનગર, શિરડી અને બીડ લોકસભા બેઠકો માટે લોકો મતદાન કરશે. તેલંગાણાની ૧૭ લોકસભા સીટો માટે સૌથી વધુ મતદાન થશે. જેમાં આદિલાબાદ, પેદ્દાપલ્લી, કરીમનગર, નિઝામાબાદ, ઝહીરાબાદ, મેડક, મલકજગીરી, સિકંદરાબાદ, હૈદરાબાદ, ચેવેલ્લા, મહબૂબનગર, નાલગોંડા, નાગરકુર્નૂલ, ભુવનગીરી, વારંગલ, મહબૂબાબાદ અને ખમ્મામ સીટોનો સમાવેશ થાય છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution