સામગ્રી:

1 પેકેટ મેગી નૂડલ્સ,2 કપ મેંદો,2 ડુંગળી ઝીણી સમારેલી,1 કોબી ઝીણી સમારેલી, 1 લીલુ મરચું ઝીણું કાપેલું, 1 ટેબલસ્પૂન સોયાસોસ, મીઠું સ્વાદ અનુસાર, લાલ મરચું સ્વાદ અનુસાર, 2 કપ તેલ ,1કપ પાણી. 

બનાવવાની રીત:

પહેલા તો તમે એક કડાઈ લો. તેમાં તેલ ગરમ કરી લો. તેલ ગરમ થઇ જાય એટલે તેમાં ડુંગળી, કોબીજ, લીલું મરચું નાંખીને થોડું બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લો.

 જ્યારે ફ્રાય થઇ જાય એટલે તેમાં મેગી નૂડલ્સને મેગીનો મસાલો તથા એક કપ પાણી નાંખી તેને ચડવા દો. જ્યારે મેગી થોડી ચડી જાય એટલે તેમાં લાલ મરચું ટોમેટો સોસ, સોયા સોસ અને મીઠું નાંખી મિક્સ કરી લો.

 હવે તમામ શાકને બે થી ત્રણ મિનીટ સુધી પડાવી લો. હવે એક બાઉલમાં મેંદો અને મીઠું નાંખી લોટ બાંધી તેને દસ મિનિટ સુધી અલગ રહેવા દો. થોડા સમય બાદ મેંદામાંથી નાના નાના લુઆ બનાવી અને તેની પાતળી રોટલી વણી લો. ત્યારબાદ આ રોટલી પર 1 ટેબલસ્પૂન મેગીનું સ્ટફિંગ નાખી અને રોટલીનો રોલ બનાવી લો.રોટલીનો રોલ ખુલી ન શકે તે માટે બે ટેબલ-સ્પૂન પાણીમાં 1 ટેબલસ્પૂન મેંદો નાંખી તેનો લેપ બનાવો. અને તે લેપને રોલ તૈયાર થયા બાદ ઉપર ચોપડો અને તૈયાર રોલને ઢાંકી દો.

 ત્યારબાદ એક કડાઈ લો. તેમાં તેલ ગરમ કરી લો અને તેમાં રોલ નાખી હલકા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો. રોલ પર લાગેલુ વધારાનું તેલ કિચન પેપરની મદદથી કાઢી લો. હવે તેના નાના ટુકડા બનાવી અને કાપી લો. તો તૈયાર છે મેગી સ્પ્રિંગરોલ છે.