લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
26, એપ્રીલ 2026 |
3267
હજારીબાગ જિલ્લાના ચૌપારણ સ્થિત દનુઆ ઘાટીમાં ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ ભીષણ અકસ્માતમાં એક જ પરિવારના ૬ લોકોના મોત થઈ ગયા છે. બીસીસીએલના ગોવિંદપુર વિસ્તાર હેઠળ મહેશપુર કોલિયરીમાં લાઈનમેન શિવ કુમાર ભુઈયા પોતાની કારથી પરિવાર સાથે ગયાજીના આમસમાં એક કૌટુંબિક લગ્ન સમારોહમાં જઈ રહ્યા હતા. જ્યારે ધનબાદ નંબર પ્લેટવાળી કાર ચૌપારણના દનુઆ ઘાટીના જાેડરાહી પુલ પાસે પહોંચી ત્યારે અચાનક આગળ ચાલી રહેલા ટ્રેલરના પાછળના ભાગમાં ઘૂસી ગઈ. કારમાં સવાર લોકો કંઈ સમજી શકે તે પહેલાં તેજ રફ્તાર ટ્રકે પાછળથી કારને જાેરદાર ટક્કર મારી દીધી. આ અકસ્માતમાં કાર બે ભારે વાહનો વચ્ચે ડબાઈ જવાથી કાટમાળનો ઢગલો બની ગઈ. અકસ્માત બાદ ટ્રક અને ટ્રેલર ચાલકો ભાગી ગયા.અકસ્માતમાં કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. મૃત દેહો અંદર ફસાઈ ગયા હતા. મૃતકોની ઓળખ ધનબાદના મધુબનમાં બુદૌરા કોલોનીના નિવાસી કર્મચારી શિવ કુમાર ભુઈયા (૪૫),ી પત્ની રૂબી દેવી (૩૮), તેમનીમોટી દીકરી સોની (૧૨), તેમની નાની દીકરી સુહાની (૯), શિવ કુમારના સાળાનો દીકરો પ્રેમ (૭) અને તેમના સસરા તરીકે થઈ હતી.