અમદાવાદ-

રાજ્ય માં કોરોનાના ખતરનાક ગણાતા ડેલ્ટા+ વેરિએન્ટ ની એન્ટ્રી થઇ ચુકી છે અને ગુજરાત ના વડોદરા-સુરતમાં 1-1 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ માં દોડધામ મચી ગઇ છે કારણ કે આ વાયરસ ખુબજ ઝડપ થી સંક્રમણ ફેલાવે છે જેથી તેની ગંભીરતા વધી જાય છે. ભારતમાં કોરોના ની સ્થિતિ માંડ થાળે પડી છે ત્યાંજ હવે કોરોના ના સૌથી ખતરનાક ગણાતા ડેલ્ટા વેરિએન્ટ ની એન્ટ્રી થતા ફરી એકવાર તંત્ર એલર્ટ થયું ગયું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દેશમાં કોરોનાની સ્થિતિ વિશે માહિતી આપી છે. આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં 51,666 કોવિડ કેસ નોંધાયા છે. છેલ્લા એક અઠવાડિયામાં કોરોના કેસોમાં 24 ટકાનો ઘટાડો થયો છે દેશમાં 125 જિલ્લાઓ એવા છે જ્યાં 100 થી વધુ કેસ આવી રહ્યા છે. સક્રિય કેસની સંખ્યા 6,12,000 છે.

દેશના 11 રાજયોમાં ડેલ્ટા પ્લસના 48 કેસ નોંધાયા

1) મધ્યપ્રદેશ-7 કેસ

2) મહારાષ્ટ્ર-20 કેસ

3) પંજાબ- 02 કેસ

4) ગુજરાત- 02 કેસ

5) કેરલ- 03 કેસ

6) આંધ્રપ્રદેશ-01 કેસ

7) તમિલનાડું-09 કેસ

8) ઓડિસા- 01 કેસ

9) રાજસ્થાન- 01 કેસ

10) જમ્મુ- 01 કેસ

11) કર્ણાટક- 01 કેસ