14, ફેબ્રુઆરી 2023
ગાંધીનગર પર્યાવરણમાં વૈશ્વિક સ્તરે થઈ રહેલા ફેરફારોની સીધી અસર ગુજરાત સહિતના દેશના દરિયાઈ તટપ્રદેશોને પણ થઈ રહી છે. ભારતમાં કુલ ૬૯૦૭.૧૮ કિલોમીટર લંબાઈ ધરાવતો દરિયા કિનારો છે, જેમાં સૌથી વધુ ૧૯૪૫.૬૦ કીમી લાંબો દરિયા કિનારો ગુજરાતમાં છે. દેશમાં સૌથી મોટો અને લાંબો દરિયા કિનારો ગુજરાત ધરાવે છે. ગુજરાતના વિકાસમાં જેનો બહુ મોટો ફાળો મનાય છે પરંતુ હવે, આગામી વર્ષો અને દાયકાઓમાં આ લાંબો દરિયા કિનારો ચિંતાજનક સ્થિતિ ઉભી કરે એવી કુદરતી પરિસ્થિતિ આકાર લઈ રહી છે. જેનું મુખ્ય કારણ એ છે કે, તાજેતરમાં ભારત સરકારે એવો ચોંકાવનારો અહેવાલ જાહેર કર્યો છે કે, છેલ્લા દસકા દરમ્યાન આ દરિયાના સ્તરમાં અભૂતપૂર્વ અને તીવ્ર ગતિએ તેમાં વધારો નોંધાઈ રહ્યો છે.
ભારત સરકારના કહેવા મુજબ, તાજેતરમાં ઈન્ટર ગવર્નમેન્ટલ પેનલ ફોર કલાઈમેંટ ચેન્જ (ૈંઁઝ્રઝ્ર-છઇ-ય્ઉય્ૈં) રિપોર્ટ પ્રમાણે, દેશના પશ્ચિમ ક્ષેત્રેના ગુજરાત સહિતના ૬ રાજ્યો અને પૂર્વ ક્ષેત્રના ૫ મળીને કુલ ૧૧ રાજ્યોમાં કુલ ૬૯૦૭.૧૮ કીમીનો દરિયા કિનારો આવેલો છે. જેમાં કુલ ૨૩૧૮ કીમી જેટલી જમીનનું ધોવાણ થયું છે અર્થાત દેશના કુલ દરિયા કિનારીની લંબાઈના ૩૩.૬ ટકા લંબાઈ જેટલી જમીનનું ધોવાણ થયું છે. એમ માની શકાય કે, છેલ્લા દસકા દરમ્યાન દેશના આ દરિયા કિનારે દરિયાના પાણીનું સ્તર વધ્યું છે અને તેના કારણે ધીમી ગતિએ પણ દરિયાના પાણી આગળ વધી રહ્યાં છે અને દરિયા કિનારાની જમીનનું ધોવાણ થઈ રહ્યું એટલે કે દરિયા કિનારાની આ જમીનમાં દરિયાના પાણી પ્રવેશી ચૂક્યાં છે.
હવે, અહીં ગુજરાત સરકાર માટે ચિંતા કરવા જેવી બાબત એ છે કે, ગુજરાતના કુલ ૧૯૪૫.૬૦ કીમી લાંબા દરિયા કિનારામાંથી કુલ ૫૩૭.૫ કીમી. એટેલે ક, ગુજરાતના દરિયા કિનારાની કુલ લંબાઈના ૨૭.૬ ટકા જેટલા દરિયા કિનારાનું ધોવાણ થયું છે. આમ, દેશના દરિયા કિનારો ધરાવતાં ૧૧ રાજ્યોમાં સૌથી વધુ લાંબો દરિયા કિનારો ગુજરાત પાસે હોવાથી સૌથી વધુ એટલે કે, ૫૩૭.૫ કીમી અર્થાત ૨૭.૬ ટકા જેટલી દરિયા કિનારા જેટલી સૌથી વધુ જમનીનું ધોવાણ પણ ગુજરાતમાં જ થયું છે. આ તબક્કે એમ કહી શકાય કે, ગુજરાતના કુલ દરિયા કિનારામાંથી ૫૩૭.૫૦ કિલોમીટર જેટલી જમીનમાં દરિયા પાણી આગળ વધ્યાં છે અને તેના કારણે આટલી જમીનનું ધોવાણ થયું છે.
ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાને મંત્રાલય, રાષ્ટ્રિય તટીય અનુસંધાન કેન્દ્ર, ચેન્નાઈ રિમોટ સેંસિંગ ડેટા અને ય્ૈંજી મેપીંગ ટેકનીકનો ઉપયોગ કરીને ૧૯૯૦થી તટરેખા (દરિયા કિનારા) ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે. ૧૯૯૦થી ૧૮ સુધી મુખ્ય ભૂમિની ૬૬૩૩ કીમી લાંબી ભારતીય તટરેખાનું વિશ્લેષણ પણ કરવામાં આવ્યું છે. જેના અંતે એવી નોંધ કરાઈ છે કે, દેશની આશરે ૩૩.૬ ટકા જેટલી તટરેખા (દરિયા કિનારા)માં અલગઅલગ ડીગ્રીએ ધોવાણ થયું છે. એમાંથી ૨૬ ટકા જેટલનું ધોવાણ, કુદરતી કારણોને લઈ થઈ રહ્યું છે અને ૪૧ ટકા જેટલું ધોવાણ હાલ સ્થિર સ્થિતિમાં છે.
ભારત સરકારના કહેવા પ્રમાણે, દેશના દરિયા કિનારો ધરાવતાં વિવિધ રાજ્યોમાં સૌથી વધુ ૬૦.૫ ટકા જમનીનું ધોવાણ પશ્ચિમ બંગાળના દરિયા કિનારે થયું છે. જાેકે, પશ્ચિમ બંગાળ પાસે ૫૩૪.૩૫ કીમી જેટલો દરિયા કિનારો છે. જેમાંથી ૩૨૩.૦૭ કીમી જમીન ધોવાઈ છે. જ્યારે બીજી નજરે ચકાસીએ તો, દેશમાં સૌથી મોટો ૧૯૪૫.૬૦ કીમીનો દરિયા કિનારો ગુજરાતમાં છે.
જ્યારે બીજા ક્રમે ૧૦૨૭.૫૮ કીમી લાંબો દરિયા કિનારો આંધ્રપ્રદેશમાં છે. એમાંથી ૨૯૪.૮૯ કીમી જમીનનું ધોવાણ થયું છે. જેના આંધ્રપ્રદેશના કુલ દરિયા કિનારાના ૨૮.૭ ટકા જેટલું છે. જે સામાન્ય નજરે ગુજરાત કરતાં વધુ જણાય છે પણ તેનો દરિયા કિનારો ગુજરાત કરતાં ઓછો છે. દંશમાં ત્રીજા ક્રમે ૯૯૧.૪૭ કીમી લાંબો દરિયા કિનારો તામિલનાડું પાસે છે. એમાંથી ૪૨૧,૯૪ કીમી એટલે તેના કુલ દરિયા કિનારાની સરખામણીમાં ૪૨.૭ ટકા જેટલું ધોવાણ થયું છે. પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર પાસે કુલ ૭૩૯.૫૭ કીમી લાંબો દરિયા કિનારો છે. જેમાંથી ૧૮૮.૨૬ કીમી જેટલી જમીન ધોવાઈ છે એટલે કે મહારાષ્ટ્રના દરિયા કિનારે ૨૫.૫ ટકા જેટલું જમીનનું ધોવાણ થયું છે.
દેશના ક્યા દરિયા કિનારે કેટલી જમીનનું ધોવાણ થયું
રાજ્યો કુલ દરિયા કિનારો જમીનનું ધોવાણ ટકામાં
(કીમીમાં) (કીમીમાં)
ગુજરાત ૧૯૪૫.૬૦ ૫૩૭.૫૦ ૨૭.૬
આંધ્રપ્રદેશ ૧૦૨૭.૫૮ ૨૯૪.૮૯ ૨૮.૭
તામિલનાડું ૯૯૧.૪૭ ૪૨૧.૯૪ ૪૨.૭૦
મહારાષ્ટ્ર ૭૩૯.૫૭ ૧૮૮.૨૬ ૨૫.૫૦
કેરળ ૫૯૨.૯૬ ૨૭૫.૩૩ ૪૬.૪૦
ઓરિસ્સા ૫૪૯.૫૦ ૧૪૦.૭૨ ૨૫.૬૦
પશ્ચિમ બંગાળ ૫૩૪.૩૫ ૩૨૩.૦૭ ૬૦.૫૦
કર્ણાટક ૩૧૩.૦૨ ૭૪.૩૪ ૨૩.૭૦
ગોવા ૧૩૯.૬૪ ૨૬.૮૨ ૧૯.૨૦