28, ફેબ્રુઆરી 2024
792 |
હરણી બોટ દુર્ઘટનામાં કોર્પોરેશનની નિષ્કાળજીના પગલે ૧૨ માસુમ બાળકોના મોત નિપજયા હોવા છતાં પાલિકાનું તંત્ર હજી સુધરવાનું નામ લેતી નથી. પાલિકામાં બેસતા હજારો કર્મચારીઓને પાલિકામાં આવતાં હજારો શહેરીજનોના જીવને ઘટના સમયે બચાવવા માટે જરૂરી ફાયરના સાધનો પણ જૂના અને એકસપ્રાયર થયેલા હોવાનું સામે આવ્યું છે. જે શહેરીજનોના જીવ માટે જાેખમરૂમ છે.