રાહુલ ગાંધી માફી માંગીને કંટાળી જશે તો પણ ગુનાઓની ગણતરી પતશે નહીંઃ નકવી

દિલ્હી-

કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ રાહુલ ગાંધીના કટોકટીના નિવેદન પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે રાહુલ માફી માંગીને કંટાળી જશે પરંતુ તેમના ગુનાઓની ગણતરી નહીં પતે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી ઈમર્જન્સી એક ભૂલ હતી. તેમણે કહ્યું કે તે દરમિયાન જે કંઈ પણ થયું તે “ખોટું” હતું પણ વર્તમાન દ્રષ્ટિકોણથી તે સંપૂર્ણપણે જુદું હતું, કારણ કે કોંગ્રેસે દેશની સંસ્થાકીય માળખું કબજે કરવાનો ક્યારેય પ્રયાસ કર્યો ન હતો.

આ અંગે મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે, “ઈમર્જન્સીમાં જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, જે રીતે લોકશાહીની હત્યા થઈ, તે ક્ષમા લાયક છે? શેરીના દરેક વળાંક પર તેમના અપરાધના ઢગલા જાેવા મળશે. ” મંગળવારે અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીના પ્રોફેસર અને ભારતના ભૂતપૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર, કૌશિક બાસુ સાથેની વાતચીતમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓ કોંગ્રેસમાં આંતરિક લોકશાહીના પક્ષમાં છે.

આ વાતચીતમાં જ્યારે તેમને કટોકટી વિશે પૂછવામાં આવ્યું ત્યારે રાહુલે કહ્યું હતું કે, “હું માનું છું કે તે એક ભૂલ હતી. તે સમયગાળામાં જે બન્યું તે ચોક્કસપણે ખોટું હતું. પરંતુ આજના યુગમાં જે બની રહ્યું છે એ તે સમયથી સાવ જુદું છે. તે સમયે કોંગ્રેસે ક્યારેય સંસ્થાકીય બંધારણ પર કબજાે કરવાનો પ્રયાસ કર્યો ન હતો. તેની પાસે આવું કરવાની ક્ષમતા પણ નહોતી. આપણું સ્ટ્રક્ચર એવું છે કે ઈચ્છીને પણ થઈ શકે નહીં.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution