કોરોના મહામારીને કારણે  ભગવાન સાથે પણ સોશ્યલ ડિસ્ટન્સિંગ
28, જુલાઈ 2020 297   |  

કોરોના વાઇરસને લીધે થડ ઘણા મંદિરો ખૂલ્યાં છે પણ ભગવાનની મૂર્તિની પૂજા કરવાની ભકતોને હજી છૂટ નથી મળી. સાથે મંદિરમાં એકસાથે ભીડ જમવાની પણ છૂટ મળી નથી શ્રાવણ મહિનામાં શિવલીગની પૂજાનું ઘણું મહત્વ માનવામાં આવે છે તેવામાં કોરોના કહેરને કારણે શિવલિંગની પૂજા માટે કઈક અલગ રસ્તો કાઢવામાં આવ્યો હતો.

એવામાં અમૃતસરના શિવભકતોએ મંદિરમાં શિવલિંગની  પૂજા કરવા માટે જબરો જુગાડ શોઘ્યો છે. શિવલીંગ પર દૂધનો અભિષેક કરવા માટે 3 ફુટ દૂરથી એક નાળચું બેસાડવામાં આવ્યું છે. જેમાં ભકત એના એક છેડેથી દૂધ રેડે છે અને લગભગ બે-ત્રણ ફૂટ દૂર શિવલીંગ પર એની ધાર પડે છે.આ રીતે શિવલિંગની પૂજા કરવામાં આવી રહીએ છે . પણ ભક્તો શિવજીની પૂજા કરવાનું ચુક્યા નથી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution