હિન્દુઓના શ્રેણીબદ્ધ ધાર્મિક તહેવારોનું પહેલું ચરણ એટલે શ્રાવણ માસ. ભગવાન ભોલેનાથને આખો મહિનો અખંડ જપવાથી શરૂ થયેલી આ શ્રદ્ધા હવે ઠેઠ દેવદિવાળીની ઉજવણી વખતે વિરામ લેશે. આજથી શરૂ થયેલા પવિત્ર શ્રાવણ માસના પહેલા સોમવારે વડોદરાના તમામે તમામ શિવમંદિરોમાં ભક્તોની ભીડ જામી હતી અને શ્રદ્ધાપૂર્વક ભગવાન ભોલેનાથની પૂજા-અર્ચના કરી હતી.