મુંબઇ-

મુંબઈના યુવા ઉદ્યોગપતિ પંકજ કાંબલેની આત્મહત્યાથી તમામ લોકો આશ્ચર્યચકિત છે. ઘટનાના ૨ દિવસ બાદ ઘણી વસ્તુઓ પ્રકાશમાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે પંકજે પ્રેમ સંબંધના કારણે આ પગલું ભર્યું છે. પંકજ કાંબલે 31 વર્ષની ઉંમરમાં જ ૪ કંપનીના માલિક હતા. ઉપરાંત, ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પંકજનું નામ પણ છે. સ્યુસાઇડ નોટમાં ખાતામાં 1 કરોડ રૂપિયાની રકમનો પણ ઉલ્લેખ છે. નીલમ નામની યુવતીનો પણ ઉલ્લેખ છે. પોલીસ હવે સુસાઇડ નોટના આધારે વધુ તપાસ કરી રહી છે.

ગિનીસ બુક રેકોર્ડ હોલ્ડર અને ચાર કંપની, એક એકેડમી સંચાલક પંકજ કાંબલે એ ઈન્દોરની એક મોટી હોટલમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. મામલો ઇન્દોરના કાનડિયા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીં કોંગ્રેસના ધારાસભ્ય સંજય શુક્લાના લગ્ન સમારોહમાં ટીમ લઇને પંકજ કાંબલે લગ્ન પૂરા થયા બાદ હોટલમાં જતા રહ્યા હતા. તેની સાથે જ સવારે હોટલ પહોંચ્યા ત્યારે આ ઘટનાની માહિતી મળી હતી. પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે, પ્રારંભિક તપાસમાં પ્રેમ પ્રકરણ હોવાનું બહાર આવ્યું છે. મૃતક પંકજ મુંબઇના સાંતાક્રૂઝ વિસ્તારનો રહેવાસી છે.