આવતિકાલે યોજાનરી ચૂંટણીમાં મતદાન માટે ડીજી લોકર કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણમાં રાખેલો મતદાર ઓળખ પુરાવો નહિ ચાલે , પરંતુ ૧૨ પૈકી કોઈપણ એક અસલ પુરાવા સાથે રાખવા જિલ્લા કલેકટર અને ચૂંટણી અઘિકારીએ અપીલ કરી છે. મતદારો પોતાની સાથે મતદાર ફોટો ઓળખપત્ર, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, ઇન્ડિયન પાસપોર્ટં કે અન્ય ૧૨ પ્રકારના માન્ય ઓળખ દસ્તાવેજમાંથી કોઈપણ એક ઓળખ દસ્તાવેજ પોતાની સાથે રાખીને મતદાન કરી શકે છે.

સિનિયર સિટીઝન,દિવ્યાંગોને મતદાન માટે અગ્રતા અપાશે

આવતી કાલે યોજાનારી ચૂંટણી માટે ઉદ્યોગો-ધંધાના કામદારો સહિત અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓને સવેતન રજા આપવામાં આવશે. સગર્ભાઓ,મહિલાઓ, ૮૦ વર્ષ ઉપરાંતના વયોવૃદ્ધ ,દિવ્યાંગ મતદારોને મતદાન માટે અગ્રતા આપવામાં આવશે.ઉપરાંતદરેક મતદાન મથક ખાતે મતદાર સહાયતા કેન્દ્ર કાર્યરત કરાશે.જિલ્લા કક્ષાએ નિયંત્રણ કક્ષ ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩૩ ૦૩૮ શરૂ કરવામાં આવ્યો છે.

આજે ૨૧૦૦૦થી વધુ અધિકારીઓ સહિત કર્મચારીઓ ફરજ બજાવશે

વડોદરા ઃ શહેર-જિલ્લાની ૧૦ વિધાનસભાની ચૂંટણી મતદાન પ્રકિયા માટે ૨૧૦૦૦થી વધુ અધિકારીઓ સહિત કર્મચારીઓ ફરજ બજાવશે અને આવતીકાલે તેઓ પોતપોતાના નિયત કરલે પોલિંગ બૂથ પર ૫હોંચી જશે. ૧૦ વિધાનસભા મતવિભાગના નિયત ૧૦ રવાનગી કેન્દ્વો ખાતેથી મતદાન સામગ્રી પહોંચાડવા માટે ૨૮૩ રૂટ નિયત કરવામાં આવ્યા હતા. ચૂંટણીમાં ૩૯૨૪ બેલેટ યુનિટ, ૩૯૨૪ કંટ્રોંલ યુનિટ અને ૫૩૬૭ વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે. સમગ્ર ચૂંટણી પ્રકિયા માટ ે૧૩૮૫૦ પુરુષ અને ૭૮૮૫ મહિલા સહિત કુલ ૨૧,૭૩૫ ચૂંટણી કર્મચારીઓ ફરજ બજાવશે. જેમાં ૨૫૦થી વધુ મોટી બસો, ૧૦૦ મિનિ બસો, ૨૫૮ નાના વાહનો સહિત ૬૨૨ વાહનોનો ઉપયોગ કરવામાં આવનાર છે અને આ તમામ રૂટ પર ઝોનલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે.