રાજપીપળા/અંકલેશ્વર, ગુજરાતની સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પરિણામો બિટીપી અને કોંગ્રેસે ઈવીએમ માં ગરબડી અને હેરાફેરીના આક્ષેપો પણ લગાવ્યા છે.બિટીપી એ ખુલ્લો આક્ષેપ લગાવ્યો છે કે ભાજપને જીતાડવામાં ઈવીએમ ની જ મુખ્ય ભૂમિકા છે.ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગને ફરિયાદ કરતા બિટીપી એ ઈવીએમ માં ગરબડી અને હેરાફેરીની તપાસ કરવા માંગ કરી છે.

નર્મદા જિલ્લા બિટીપી પ્રમુખ ચૈતર વસાવા, બહાદુર વસાવા સહિત બિટીપી ના નેતાઓએ જણાવ્યું હતું કે જ્યારથી દેશમાં ઈવીએમ થી ચૂંટણી થઈ છે ત્યારથી ગરબડીના અનેક બનાવો બન્યા છે અને આક્ષેપો પણ થયા છે.તે છતાં ચૂંટણી પંચ દ્વારા આ મામલે કોઇ પણ જાતની તપાસ કે કાર્યવાહી કરવામાં આવી નથી જે લોકશાહીની હત્યા સમાન કહી શકાય. બિટીપી ના નેતાઓએ વધુમાં જણાવ્યું હતું કે આધુનિક ટેકનોલોજીના જમાનામાં ઈવીએમ હેક કરવું એ કોઈ મોટી વાત નથી.હાલના સમયમાં દેશમાં મોંઘવારી, બેરોજગારી, ખેડૂત આંદોલન સહીત અનેક બાબતે જનતાનો વિરોધ હોવા છતાં ભાજપ તરફી પરિણામ આવે એ ફક્ત ઈવીએમ નો જ કમાલ છે.

દુનિયાની સૌથી જૂની લોકશાહી અમેરિકામાં પણ જાે ઈવીએમ ની જગ્યાએ બેલેટ પેપરોથી જાે ચૂંટણી કરવામાં આવતી હોય તો ભારતમાં પણ બેલેટ પેપરથી ચૂંટણી થવી જાેઈએ.ઈવીએમ બનાવનાર દેશોએ પણ ઈવીએમ પર બેન્ડ લગાવ્યો છે.આપણા દેશમાં વિપક્ષી પાર્ટીઓના વિરોધ છતાં જાે ઈવીએમ થી ચૂંટણીઓ જાે થતી હોય તો ચૂંટણી પંચ પર શંકા ઉપજે છે, સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં વી.વી.પેડનો પણ ઉપયોગ થયો નથી.સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં અનેક જગ્યાએ ઈવીએમ માં ગરબડીની ફરિયાદો પણ ઉઠી છે. ધોળકામાં વોર્ડ-૪ માં ૬૪૪ વ્યક્તિઓનું મતદાન થયું અને છતાં ઈવીએમ માંથી ૨૩૭૩ મત નીકળ્યા.ઘણી જગ્યાઓ પર ઈવીએમ હેક થયા હોવાની પણ ફરીયાદો કરવામાં આવી છે.છતાં ચૂંટણી પંચ દ્વારા કોઈ પણ જાતની નિષ્પક્ષ કાર્યવાહી થઈ નથી.અમારી માંગ છે કે રાજ્યની ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલ ઈવીએમની હાઈકોર્ટના ૨-૩ જજાેની નિમણૂક કરી એફએસએલ તપાસ કરવામાં આવે અને આવનારી ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવે.જાે અમારી આ માંગ નહિ સંતોષાય તો અમે જલદ આંદોલન કરીશું.

અંકલેશ્વર તાલુકા ભારતીય ટ્રાયબલ પાર્ટી ના હોદ્દેદારો એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઈવીએમ મશીનો માં થયેલ હેરાફેરી અને ગરબડી ઓ ની તપાસ કરાવવા બાબતે મામલતદાર ને આવેદન પત્ર પાઠવ્યુ હતુ. આ ઉપરાંત અંકલેશ્વર તાલુકા ભારતીય ટ્રાયબલ પાર્ટી ના પ્રમુખ ગોમાનભાઈ વસાવા ના અધ્યક્ષતા હેઠળ ઈવીએમ મશીન માં થયેલ મતો ની ગરબડી બાબતે મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યુ હતુ. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ જ્યાર થી દેશ માં ઈવીએમ મશીન થી ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણીઓ કરવામાં આવે છે. ત્યાર થી અનેક પ્રશ્નો અને આક્ષેપો ઉપસ્થિત થયા છે. છતાં ચૂંટણી પંચ દ્વારા આ બાબતે કોઈ તપાસ કે કાર્યવાહી કરવામાં આવી નથી.