મુંબઈ-

બોલીવુડ અભીનેત્રી કિયારા અડવાણી તાજેતરમાં રીલીઝ થયેલી ફિલ્મ ‘શેરશાહ’માં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળી હતી. આ ફિલ્મ કારગિલ યુદ્ધનાં હીરો કેપ્ટન વિક્રમ બત્રાના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં કિયારા કેપ્ટન વિક્રમ બત્રાની મંગેતર ડિમ્પલ ચીમાની ભૂમિકામાં છે.

તાજેતરમાં, એક ઈન્ટરવ્યુ દરમિયાન દેશભક્તિની ફિલ્મમાં કામ કરવાનાં તેના અનુભવ વિશે જણાવ્યું, અને તે જ સમયે તેણે એ પણ ખૂલાસો કર્યો કે જો તે અભિનેત્રી ન હોત, તો તે શું કરી રહી હોત. કિયારા અડવાણીએ ‘શેરશાહ’ના શૂટિંગ દરમિયાનના તેના અનુભવને વ્યક્ત કરતા જણાવ્યુ કે લશ્કર અધિકારીઓ અને તેમના પરિવારજનોના પ્રિયજનોઅ આપેલા બલિદાનનો હતો, જેને હું સલામ કરવા માંગુ છું. કારણ કે તેઓ અસંગત નાયકો છે. તેઓ સૈન્ય અધિકારીઓનાં કરોડરજ્જૂ સમાન છે, અને તેમની તાકાતનો આધારસ્તંભ બનાવે છે. તે મારા માટે એક અનોખો અનુભવ હતો, અને તેને કહ્યુ કે તે તેની સેના અને સેના પાછળની સેના દરેકને તે સલામ કરે છે. આ સિવાય કિયારાએ કહ્યું કે જો તે અભિનેત્રી ન હોત તો તે બાળ મનોચિકિત્સક હોત. કિયારા અડવાણીને શરૂઆતથીજ મનોચિકિત્સક બનવામાં રસ હતો.