બેજીંગ-

ચીનમાં ફરી એકવાર આકાશી આફતના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. દક્ષિણ ચીનના યાંગ્ટજી નદીના ઉંચાણવાળા વિસ્તારોમાંથી એક લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા પડ્યા છે. પૂરના કારણે ૧૨૦૦ વર્ષ જૂના વિશ્વ વિરાસત સ્થળ પર ખતરો મંડરાઈ રહ્યો છે. યૂનેસ્કો દ્વારા આ વિશ્વ વિરાસત સ્થળ પર ભગવાન બુદ્ઘની ૨૩૩ ફૂટ ઉંચી પ્રતિમાને બચાવવા માટે પ્રયાસ ચાલી રહ્યા છે. ૧૯૪૭ બાદ પ્રથમ વાર સિચુઆન પ્રાંતમાં ભગવાન બુદ્ઘની મૂર્તિના અંગુઠા સુધી પાણી પહોંચ્યું છે. જોકે હવે પૂરના પાણી ઓસર્યા છે. 

ભૂસ્ખલનના કારણે પડોશી યૂન્નાન પ્રાંતમાં ૫ લોકો લાપતા થઈ ગયા છે. ઘર પણ તૂટી ગયા છે. ચીનમાં ચાલુ વર્ષે પૂરના કારણે ૨૦૦ લોકોના મૃત્યુ થયા છે. ૨૫ અબજ ડોલરનું નુકસાન થયું છે. સિચુઆનમાં યાંગ્ટજી નદીનું જળસ્તર વધવા બાદ અલર્ટ જાહેર કરાયું છે. 

યાંગ્ટજી નદીમાં પૂરને રોકવા માટે બનાવાયેલા થ્રી જોર્જ ડેમમાં પાણીનું સ્તર રેકોર્ડ ૭૨ હજાર કયૂબિક મીટર પ્રતિ સેકન્ડની ગતિએ વધી રહ્યું છે. મનાઈ રહ્યું છે કે થ્રી જોર્જમાં પાણીનું વહેણ ગુરુવારે પોતાના ઉચ્ચત્ત્।મ સ્તર ૭૬,૦૦૦ કયૂબિક પ્રતિ સેકન્ડ સુધી પહોંચી શકે છે. આ બાંધથી જળગ્રહણ વિસ્તારોમાં પણ પાણીનું સ્તર વધી ગયુ છે. આને જોતા થ્રી જોર્જ ડેમ મેનેજમેન્ટ દ્વારા મંગળવારે પાણી છોડવામાં આવ્યું હતુ. ચોંગકિંગ શહેરમાં વર્ષ ૧૯૮૧ બાદ સૌથી ભીષણ પુર આવ્યું છે.