જૂઠ્ઠા ચીનનો હવે સ્વીકારઃ ગલવાન ઘર્ષણમાં PLAના જવાનો શહિદ થયા હતા

દિલ્હી-

છેલ્લા થોડા સમયથી ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સરહદે સતત ટેન્શન પ્રવર્તી રહ્યું હતું. ભારતીય લશ્કરે ગલવાન કોતરમાં ઘુસણખોરી કરવાની કોશિશ કરી રહેલા ચીની જવાનોને ખદેડી કાઢ્યા હતા. આ દરમિયાન થોડાક ચીની જવાનો માર્યા ગયા હતા પરંતુ ગઇ કાલ સુધી ચીન આ વાત કબૂલ કરતું નહોતુ.

હવે ચીને કબૂલ કર્યું હતું કે ગલવાન કોતરમાં થયેલી અથડામણમાં પિપલ્સ લિબરેશન આર્મીના જવાનો શહીદ થયા હતા. ચીનની સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સે એવા અહેવાલ પ્રગટ કર્યા હતા કે ગલવાન કોતરની અથડામણમાં અમારા જવાનો ઠાર થયા હતા. ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંઘના એક નિવેદનના સમર્થનમાં ગ્લોબલ ટાઇમ્સના વડા તંત્રી હૂ ઝિજીને એવી ટ્‌વીટ કરી હતી કે ગલવાન કોતરની અથડામણમાં પિપલ્સ લિબરેશનના કેટલાક જવાનો માર્યા ગયા હતા. ભારત વીસ જવાનો શહીદ થયા હોવાનું કહે છે પરંતુ મારા ખ્યાલ મુજબ મરનારની સંખ્યા ઓછી હતી. 

ગુરૂવારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંઘે રાજ્યસભામાં કહ્યું હતું કે ચીન કોઇ પૂર્વ ઉશ્કેરણી વિના લદ્દાખ સરહદે તનાવ સર્જી રહ્યું હતું અને ચીની લશ્કરના જવાનો સાથેની ગલવાન કોતરની અથડામણમાં ચીનના વીસ જવાનો ઠાર થયા હતા. લદ્દાખમાં પરિસ્થિતિ ગંભીર છે પરંતુ ભારતીય લશ્કર કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ હતી. રાજનાથ સિંઘે વધુમાં કહ્યું હતું કે પેંગોંગ વિસ્તારમાં ભારતને પેટ્રોલિંગ કરતા દુનિયાની કોઇ શક્તિ રોકી શકે એમ નથી, પેંગોંગ સરોવર ભારતનો એક આંતરિક હિસ્સો છે અને પોતાના પ્રદેશનું રક્ષણ કરવાનો ભારતને અધિકાર હતો. 

જૂનની 15મીએ ચીની સૈનિકોએ ભારતીય સરહદમાં ઘુસણખોરી કરવાનેા પ્રયાસ કર્યો હતો. ભારતીય જવાનોએ એ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. ત્યારબાદ સતત ચીન અને ભારત વચ્ચે તનાવ સર્જાતો રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે રક્ષામંત્રીએ કહ્યું કે લદાખમાં સ્થિતિ ગંભીર છે, પરંતુ ભારતની સેના કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે. આ બાજુ ગલવાન ખીણના સંઘર્ષ પર તેમણે કહ્યું કે ચીનની નાપાક હરકતના કારણે ભારતના 20 જવાનો શહીદ થયા હતાં. પરંતુ ભારતીય જવાનોએ ચીનને જડબાતોડ જવાબ આપ્યો.  

એટલું જ નહીં રક્ષામંત્રી રાજનાથે કડક શબ્દોમાં કહી દીધુ કે દુનિયાની કોઈ પણ તાકાત ભારતને પેન્ગોંગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા રોકી શકશે નહીં. નોંધનીય છે કે 15 જૂનના રોજ જ્યારે ચીની સૈનિકોએ ઘૂસણખોરીની કોશિશ કરી હતી ત્યારે ભારતીય સેનાએ તેમને રોક્યા. પરંતુ ચીની સૈનિકોએ દગો કરીને ધારદાર હથિયારોથી હુમલો કર્યો હતો.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution