દાહોદ જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક એસ.જે.બળેવીયાનો વિદાય સમારંભ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, ઓગ્સ્ટ 2024  |   દાહોદ   |   4455



 જિલ્લા માહિતી કચેરી ખાતે ફરજ બજાવતા નાયબ માહિતી નિયામક સુરેન્દ્રભાઈ બળેવીયા જુનાગઢ કચેરી ખાતે બદલી થતાં વિદાય સમારોહ અને વડોદરા ખાતે ફરજ બજાવતા આર.એ.જેઠવા દાહોદ ખાતે નાયબ માહિતી નિયામકશ્રી નો ચાર્જ સંભાળતા સત્કાર સમારંભ યોજાયો હતો. આ વિદાય સમારોહમાં નાયબ માહિતી નિયામક સુરેન્દ્રભાઈ બળેવીયા દાહોદ ખાતે ૩ વર્ષ થી વધુ દરમિયાન તેમણે કરેલી કામગીરીના સંસ્મરણો વાગોળ્યા હતા. આ વેળાએ અધિક્ષક મફતભાઈ ભોઈ,માહિતી મદદનીશ સુશ્રી કાકુલ ઢાકીયા, જુનિયર કલાર્ક સુશ્રી ડીનાબેન પરમાર તેમજ જુઝરે સુરેન્દ્રભાઈ બળેવીયા સાથેની યાદગાર પળોને યાદ કરી તેમની કાર્યશૈલીને બિરદાવી હતી. સુરેન્દ્રભાઈ બળેવીયાને શુભેચ્છા પાઠવવાની સાથે ભવિષ્યમાં તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમનું સંચાલન જિલ્લા માહિતી કચેરી દાહોદના ફોટોગ્રાફર જુઝરએ કર્યું હતું. આ અવસરે કચેરીના અધિક્ષક મફત ભોઈ, માહિતી મદદનીશ સુશ્રી કાકુલ ઢાકિયા , જુનીયર ક્લાર્ક સુશ્રી ડી.એસ.પરમાર , જુઝર, રાકેશભાઈ, જયદેવભાઈ,સુશ્રી કૈલાશબેન સહિત કચેરીના કર્મચારીઓએ સુરેન્દ્રભાઈ બળેવીયાને શાલ ઓઢાડી તથા શ્રી ફળ આપી શુભેચ્છા પાઠવી હતી. વિદાય સમારોહમાં દાહોદ જિલ્લા માહિતી કચેરીના કર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution