વડોદરા, તા.૧૮

રોટરી ક્લબ ઓફ બરોડા જવાહરનગર દ્વારા ખેડૂત સન્માન કાર્યક્રમ યોજાયો હતો.તાજેતરમાં યોજાયેલા ખેડૂત સન્માન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સેલર અને ચેરમેન ઘી વર્કીંગ ગૃપ ઓફ ઈકો એગ્રીકલ્ચર, ઓર્ગેનિક ગૃપ પદ્મશ્રી ડો.એચ.એમ.મહેતાના હસ્તે સાત ખેડૂતોની સન્માન ટ્રોફી અને સર્ટીફીકેટ આપીને કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ જવાહરનગરના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.ઉલ્લેખનિય છે કે, રોટરી ક્લબ ઓફ બરોડા જવાહર નગર દ્વારા સરકારી પ્રાથમિક શાળાના બાળકોને યુનિફોર્મ સહિત શૈક્ષણિક સહાય સહિત અનેકવીઘ સામાજીક કામગીરી કરવામાં આવે છે.