રાનકુવા, તા.૨૪ 

ગણદેવી તાલુકા સહિત બીલીમોરા માં શરૂઆતી સામાન્ય વરસાદ બાદ બે સ ાહ થી વરસાદ ખેંચાયો છે. ખેડૂતોઍ મહા મહેનતે વાવેતર કરી ઉછેરેલું ડાંગર ધરુ રોપણી માટે તૈયાર છે. ત્યારે આકાશી ખેતી ઉપર નભતા ખેડૂત કફોડી સ્થિતિમાં મુકાયા છે. તો કેટલાક ખેડૂતોઍ નહેર સિંચાઇ, કુવા, તળાવ, નદી-નાળાં, બોર વાટે સિંચાઇનું પાણી ઉલેચી રોપણી શરૂ કરી છે.

ગણદેવી તાલુકામાં ૨૦૧૭૭ ખેડુત ખાતેદારો ૧૯૨.૬૨ ચો. કિ. ખેતીલાયક જમીન ધરાવે છે. તાલુકામાં સરેરાશ મોસમનો ૨૨૪૮ મિમિ(૯૦ ઇંચ) વરસાદ વરસે છે. જ્યારે આ વર્ષે ઁથમ થી જ સામાન્ય વરસાદ વરસ્યો છે અને જુલાઇ ના ઁપ્રારંભ સુધી ૩૪૭ મીમી (૧૪ ઇંચ) સામાન્ય વરસાદ બાદ વરસાદે વિરામ લીધો હતો. છેલ્લા બે સપ્તાહમાં છુટા-છવાયા ઝાપટા વરસતા તા.૨૩ મી જુલાઇ૨૦૨૦ સુધીમાં ૩૪૭ મીમી (૧૪ ઇંચ ) વરસાદ વરસ્યો છે. દરમિયાન જૂન મહિનામાં વાવેતર કરાયેલું ધરુ તૈયાર થયું છે. વરસાદ વિના રોપણીના અભાવે મરવાના વાંકે જીવી રહ્નાં છે. રાજ્યભરમાં છેલ્લા બે સ ાહથી વરસાદી સિસ્ટમ નબળી પડતા વરસાદમાં વિલંબ સર્જાયો છે. જેને પગલે આકાશી ખેતી ઉપર નભતા ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે. જાકે તાલુકામાં જેમની પાસે સિંચાઇ સ્ત્રોત છે તેવા ખેડૂતોઍ કુવા, બોરિંગ, નદી નાળા, તળાવના પાણી પંપ વાટે ઉલેચી રોપણી શરૂ કરી છે. મરવાના વાંકે જીવતા ધરું ને બચાવી લેવાની કવાયત હાથ ધરી છે. પૂનઃ મેઘરાજાની સવારી માટે ખેડૂતો ઁપ્રાર્થના,યજ્ઞ કરી રહ્ના છે. દરમિયાન હવામાન વિભાગની આગોતરી આગાહીઓ પોકળ સાબિત થઇ રહી છે.