વડોદરા, તા.૨૮

સામાન્ય રીતે પતિ પીડિત પત્ની ના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવે છે પરંતુ આજે વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં પત્ની પીડિત પતિએ તેની યાતના ની વ્યથા સાથે સારવાર અર્થે સાયાજી હોસ્પિટલમાં આવી પહોંચતા પત્ની પીડિત પતિ નો ચર્ચાસ્પદ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

વડોદરા શહેરના છાણી જકાતનાકા વિસ્તારમાં આવેલ નવાયાર્ડ વિસ્તારની ગાંધીનગર સોસાયટીમાં ચંદ્રકાંત સેવાભાઈ મકવાણા ઉંમર વર્ષ ૫૦ તેમના પત્ની લતાબેન ઉર્ફે ગીતાબેન મકવાણા તથા મોટી પુત્રી દેવાંશી તથા નાની પુત્રી કુમકુમ ના પરિવાર સાથે રહે છે.

ચંદ્રકાંત સેવાભાઈ મકવાણા ગોરવા રોડ ઉપર આવેલ ગ્લાસની કંપનીમાં નોકરી કરે છે જ્યારે તેમની પત્ની લતા ઉર્ફે ગીતાબેન મકવાણા બંગલાઓનું કામ કરે છે.તેમજ મોટી પુત્રી દેવાંશી કોલેજમાં અભ્યાસ કરે છે નાની પુત્રી કુમકુમ એ ધોરણ ૧૨ માં અભ્યાસ કરે છે. જાણકાર સૂત્રોના જણાવ્યા અનુસાર ચંદ્રકાન્ત શિવાભાઈ મકવાણા ના પત્ની લતાબેન ઉર્ફે ગીતાબેન સાથે અલ્ટ્રામોડર્ન તેમજ ફેશનેબલ જીવનશૈલી બાબતે બંને પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા જે ઝઘડાને લઈને ચાર પાંચ દિવસ અગાઉ પતિ પત્ની વચ્ચે થયેલા ઝઘડામાં પત્ની લતા ઉર્ફે ગીતાબેન અને તની મોટી પુત્રી દેવાંશીબંને માતા પુત્રી‌એ પતિને રૂમમાં પૂરી મોઢા ના ભાગે ડૂચો મારીને ગરમ તબેથાના મોઢાના હોઠના ભાગે તેમજ જાંધ પગના પંજાે તેમજ પગના તળિયે ડામ આપી અસહ્ય ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. એટલું જ નહીં પતિ ચંદ્રકાંત મકવાણા દ્વારા કોઈ સગા સંબંધીઓને ફોન દ્વારા વાત ન કરી શકે તે માટે ફોન પણ આજકી લેવામાં આવ્યો હતો અને તેઓ ઘરની બહાર ન જાય તે માટે પગના તળિયે ડામ આપ્યા હતા. જાેકે પત્ની અને પુત્રીની યાતના ભોગવી રહેલા પતિએ તેઓની જંગલમાંથી છૂટીને બહારગામ રહેતી તેમની ઉષા બહેનને આ સમગ્ર બનાવવાની હકીકત ચલાવતા તેમની બહેન ઉષાબેન અત્રે દોડી આવ્યા હતા અને ઉષાબેન ને આ વિસ્તારના વોર્ડ પ્રમુખ અને સામાજિક કાર્યકર કૌશિક ચૌહાણ ની મદદ થી સારવાર અર્થે અત્રેની સયાજી હોસ્પિટલમાં લઈને આવી પહોંચ્યા હતા.

પત્ની પીડિત પતિઓના એસો.ને રોજ ચારથી ૫ાંચ ફરિયાદો મળે છે!

મહિલાઓ માટે શારીરિક અને માનસિક ત્રાસ વિરુદ્ધના કડક કાયદા બનાવવામાં આવ્યા હોવાથી અમુક કિસ્સાઓને બાદ કરતાં મોટાભાગના કિસ્સાઓ સત્યથી દૂર હોય છે. કાયદાનો દૂરપયોગ થતો હોવા છતાં પતિ અને તેના પરિવારજનો સમાજમાં બદનામીના ડરે આગળ આવી શકતા નથી. પત્નીેનો ત્રાસ સહન કરતા રહે છે. ત્યારે પત્ની પીડિત પતિઓ તથા એમના પરિવારજનોેને ન્યાય અપાવવા માટે અમદાવાદ ખાતે એસોસિએશન ચલાવવામાં આવી રહ્યું છે. આ એસોસિએશનમાં રોજના ત્રણથી ચાર પત્ની પીડિત પતિઓની ફરિયાદો નોંધાતી હોવાનું એસોસિએશનના પ્રમુખ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.