ગૃહક્લેશથી કંટાળી કતારગામની પરિણીતાનો ઝેર ગટગટાવી આપઘાત
07, ઓગ્સ્ટ 2025 2871   |  

સુરત, સુરત શહેરમાં કતારગામની મહિલાએ પુણાગામ શાક માર્કેટમાં ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો. માતાના મોતને પગલે એકના એક પાંચ વર્ષના પુત્રએ માતાની છત્રછાયા ગુમાવી છે. મહિલાએ ગૃહ કંકાસથી આપઘાતનું પગલું ભર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના વતની અને હાલ કતારગામ વિસ્તારમાં આવેલા હરિઓમ સોસાયટીમાં અતુલભાઈ વાઢેરની પત્ની ૩૫ વર્ષીય કેવલબેન તેમજ એક પાંચ વર્ષના પુત્ર સહિતના પરિવાર સાથે રહે છે. અતુલભાઇ સિલાઈ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે સાંજે કેવલબેને પુણાગામ શાક માર્કેટમાં ઝેરી દવા પી લીધી હતી. બાદમાં પતિને ઘટનાની જાણ કરતા સ્થળ પર દોડી આવ્યા હતા. અને તાત્કાલિક કેવલબેનને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન કેવલબેનનું મોત નિપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં કેવલબેન અને પતિ અતુલભાઇના કોઈકને કોઈક બાબતે ઘરમાં ઝઘડા થતા હતા. જેથી ગૃહ કંકાસથી કંટાળી કેવલબેને આપઘાતનું પગલું કર્યું હોવાનું બહાર આવ્યું છે. આ બનાવ અંગે વધુ આગળની તપાસ પુણા પોલીસ કરી રહી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution