વડોદરા : સાવલી તાલુકાના મંજુસર જીઆઇડીસીના પ્લોટનં ૫૪-૫૫ માં આવેલી એડવાન્સ રેઝીન પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં સોમવારે રાત્રે એકાએક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. એકાએક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસના ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાયો હતો.બનાવની જાણ કરવામાં વડોદરા ફાયરબ્રિગેડના લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતા.અને આગ ઉપર કાબુ મેળવવા તજવીજ હાથધરી કલાકોની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. સદનસીબે જાનહાની થતા ટળી હતી.આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું ન હતું. કંપનીમાં કલર બનતો હોવાનું તેમજ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની માહિતી સામે આવી છે. જ્યારે આગની ઝપેટમાં લાખો રૂપિયાનું નુકશાન થયાનું અનુમાન છે. બીજી તરફ કંપનીમાં ફાયર સેફટીની સુવિધા છે કે નહીં તેમજ સરકારના નીતિનિયમોનું પાલન કરવામાં આવ્યું છે કે નહીં તે દીશામાં પણ તપાસ હાથ ધરાઇ છે.

એમ.જી.વી.સી.એલ દ્વારા સાવચેતીના ભાગરૂપે આજુબાજુના ઔદ્યોગિક એકમોને પણ વીજળી સપ્લાય બંધ કરીને તકેદારી રાખવામાં આવી હતી આગમાં કંપનીનો મોટાભાગનો ભાગ બળીને ખાખ થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે નુકસાનીનો આંક ભારે મોટી સંખ્યામાં હોવાનો મનાઈ રહ્યું છે કુલ ૬ ફાયર ફાઇટ રો આગ ઓલવવા માટે કામે લગાડવામાં આવ્યા હતા. સવારે ચાર વાગે આ ગ કાબૂમાં આવી હતી.