વડોદરા, તા. ૧૮

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં મુકતાનંદ ત્રણ રસ્તા પાસે આવેલા મહાલક્ષ્મી કોમ્પલેક્ષમાં આજે બપોરના સમયે મીટરમાં શોર્ટસર્કિટ થતાં ભભૂકી ઉઠેલા આગે એક બાદ એક કોમ્પલેક્સની ચાર થી પાંચ દુકાનોને લપેટમાં લીઘી હતી.બનાવની જાણ થતા ફાયર બ્રિગેડના લાશ્કઓએ ભારે જહેમતે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો.જાેકે આગમાં ચાર દુકાનો બળીને ખાખ થઇ ગઇ હતી જેને કારણે લાખો રૂપિયાનું નુકશાન થયુ હતુ.સદ્‌ નસીબે આગમાં કોઈને ઈજા કે જાનહાની થવા પામી ન હતી.

વડોદરા કારેલીબાગ વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી કોમ્પલેક્ષ માં આજે બપોરના બાર વાગ્યાના સુમારે એપાર્ટમેન્ટના મીટરોમાં શોર્ટ સર્કિટ થયું હતું.અને ઘડાકા સાથે આગ લાગતા ગણતરીના ક્ષણોમાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ભાગદોડ મચી ગઇ હતી. સ્થાનિક વેપારીઓએ તેમની દુકાનોમાં મુકેલા આગ બુઝાવવા માટેના ફાયર એસ્ટીગ્વીશર બોટલનો પણ ઉપયોગ કરી આગ બુઝાવવા નો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આગ વધુ પ્રસરતા ગાઉન્ડ ફ્લોરની દુકાનોની સાથે ફર્સ્ટ ફ્લોરની દુકાનોને પણ લપેટમાં લીઘી હતી. વિકરાળ બનેલી આગની જાણ તાત્કાલિક એમજીવીસીએલ અને ફાયર બ્રિગેડનો સંપર્ક કર્યો હતો.બનાવની જાણ થતા જ ફાયરબ્રિગેડના લાશ્કરો ૪ ફાયર ફાઇટરો સાથે સ્થળ પર આવી પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી.

ફાયર બ્રિગેડ દ્વારા સતત એક કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યાર બાદ આગ કાબૂમાં આવી હતી. મહાલક્ષ્મી એપાર્ટમેન્ટમાં ભીષણ આગને કારણે રાજુ આમલેટ,ટી લોન્જ કેફે,નેચરલ મેડિકલ સ્ટોર, એક સલૂન સહિત દુકાનોને ભારે નુકસાન થયુ હતુ અને દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી તેમજ ઉપરના માળે આવેલી ઓફિસ અને એક ફ્લેટને પણ નુકસાન થયું હતું.તેમજ દુકાનોની બહાર મુકેલ ટેબલ ખુરશી સહિતનુ ફર્નિચર પણ બળીને ખાખ થઈ ગયુ હતુ.

મુખ્ય રોડ પર આવેલી દુકાનોમાં આગ લાગતા રસ્તે જતાં લોકો થંભી ગયા હતા અને આગની ઘટના જાેવા માટે ઉભા રહી ગયા હતા. તેમજ રોડ પર વાહન ચાલકો પણ વાહન થંભાવીને રોડ પર ઉભા રહી ગયા હતા.જેના પગલે કેટલોક સમય ટ્રાફિક જામના દ્રષ્યો સર્જાયા હતા.બનાવની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.એકા એક લાગેલી આગને પગલે વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.