રાજમાતા વિજયારાજે સિંધિયાની જન્મજ્યંતિ પર 100 રૂ.નો સિક્કો લોન્ચ કરશે
10, ઓક્ટોબર 2020

દિલ્હી-

રાજમાતા વિજયારાજે સિંધિયાની ૧૦૦મી જન્મ જયંતિ ૧૨ ઓક્ટોબરના રોજ છે. આ અવસરે વડાપ્રધાન મોદી રાજમાતા વિજયારાજે સિંધિયાના સન્માનમાં 100 રૂપિયાનો સિક્કો લોન્ચ કરશે. વડાપ્રધાન મોદી આ સિક્કો દિલ્હીમાં લોન્ચ કરશે. તો વળી આ કાર્યક્રમમાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ ગ્વાલિયરથી જાેડાશે.

મધ્ય પ્રદેશ સરકારના મંત્રી અને રાજમાતા વિજયારાજે સિંધિયાની નાની દિકરી યશોધરા રાજે સિંધિયાએ ટ્‌વીટ કરી આ અંગેની જાણકારી આપી છે.

યશોધરા રાજે સિંધિયાએ સોશિયલ મીડિયા પર જે સિક્કો વાયરલ કર્યો છે, તેમાં એક બાજૂ રાજમાતા વિજયારાજે સિંધિયા છે. જ્યારે બીજી બાજૂ હિન્દી તથા નીચે અંગ્રેજીમાં વિજયારાજે સિંધિયાની જન્મ તિથી અને વર્ષ આપેલુ છે. બીજી બાજૂ અશોક સ્તંભની નીચે આંકડામાં 100 રૂપિયા લખેલા છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution