વડોદરા, તા.૪

 હજારો વિદ્યાર્થીઓનાં ભવિષ્ય સાથે થઇ રહેલા ચેંડાને લઇ ચિંતીત સિન્ડિકેટ સભ્યોએ એમ.એસ. યુનિયુનિવર્સિટીના મેનેજમેન્ટમાં નિષ્ફળ રહેતા વીસી પ્રો. વિજય કુમાર શ્રીવાસ્તવને લાલ આંખ બતાવતા યુનિ. વા.ચા.એ તાત્કાલિક યુનિ. પદવીદાન સમારોહની તારીખ જાહેર કરવાની ફરજ પડી છે. ત્યારે હવે લાંબા વિલંબ બાદ આગામી ૧૮ માર્ચે સાંજે પાચ વાગ્યે યુનિ.નો પદવીદાન સમારોહ યોજાશે.

યુનિ.ના સિન્ડીકેટ સભ્યોનું પોતાનું એક અલાયદુ વોટસઅપ ગ્રુપ છે. આ ગ્રુપમાં સિન્ડિકેટ સભ્યે લખ્યું કે, શનિવાર સાંજ સુધીમાં જાે કોન્વોકેશનની તારીખ નક્કી કરી જાહેર કરવામાં નહી આવે તો આગામી સિન્ડિકેટ બેઠકનો બહિષ્કાર કરવામાં આવશે અને યુનિ. હેડ ઓફિસ ખાતે તમામ સિન્ડિકેટ સભ્યો પ્રતીક ઉપવાસ પર બેસી વિદ્યાર્થી સંગઠનોની પદવીદાન સમારોહ ની તારીખ જાહેર કરવાની માંગ કરશે. આ મેસેજ કર્યાના થોડીક જ મીનીટમાં વાઇસ ચાન્સલરે પદવીદાન સમારોહની તારીખ ૧૮ માર્ચે સાંજે પાંચ વાગ્યે યોજાશે તેવી જાહેરાત કરી દીધી હતી. યુનિ. પદવીદાન સમારોહના આયોજન કરવામાં યુનિ. સત્તાધીશો એ વિલંબ કરતા ગત સિન્ડિકેટ બેઠકમાંથી તમામ સિન્ડિકેટ સભ્યો બેઠકમાંથી વોક આઉટ કરી યુનિ. વા.ચા.ની કાર્યપધ્ધતિ સામે ખુલ્લો બળવો પોકાર્યો હતો. અને પદવીદાન સમારોહ અંગે સિન્ડિકેટ સભ્ય મયંક પટેલ દ્વારા કરવામાં આવેલા વોટસઅપ મેસેજને બીજા સિન્ડીકેટ સભ્યો દ્વારા ટેકો આપવામાં આવતા વા.ચા.ને સમગ્ર બાબતની ગંભીરતા સમજી ગયા હતા. અને પદવીદાન સમારોહને લઇને વધુ વિવાદ વકરે તે પહેલા જ પદવીદાન સમારોહની તારીખ કરી દેવામાં આવી હતી.

પદવીદાન સમારોહમાં વિલંબના કારણે વિદેશમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ મુશકેલીમાં

 યુનિમાં ૧૭ હજારથી વધુ વિદ્યાર્થીઓ સ્નાતક થઇ પોતાની ડીગ્રી અને માર્કસીટની રાહ જાેઇ રહ્યા છે. યુનિ. સત્તાધીશોની લાપરવાહીનાં કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ મુશકેલીમાં મુકાઇ ગયા છે. જે વિદ્યાર્થીઓએ વિદેશમા ંઆગળ અભ્યાસ માટે યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવ્યો છે તેમને વિદેશમાં પ્રવેશ પ્રકિયા પુર્ણ કરવામાં ટેકનિકલ પ્રશ્નો ઉભા થયા છે. તેઓ સમયસર તેમની ડિગ્રી જમા કરાવી શક્યા નથી. અને એક ચિંતા સાથે તેઓ અનેક મુશકેલીઓનો સામનો કરી રહ્યા છે.

આગામી સિન્ડિકેટ બેઠક ફરી એકવાર વા.ચા.માટે આકરી સાબિત થાય તેવી શકયતા

 જાે વા.ચા. પ્રોફેસર વિજયકુમાર દ્વારા પદવીદાન સમારોહની તારીખ જાહેર કરવામાં આવી ન હોત તો ૯ માર્ચના રોજ સિન્ડીકેટની બેઠકનો સિન્ડિકેટ સભ્યો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુવિવાદ ને ઉગ્ર બનતા રોકવા વાં.ચા.નરમ પડયા અને પદવીદાન સમારોહની તારીખ જાહેર કરી. જાે કે વિદ્યાર્થીઓની માર્કસીટ વિતરણ કરવામાં પણ વિલંબ થયો છે.ત્યારેઆ મુદ્દો પણ બેઠકમાં ઉગ્ર બને તેમ લાગી રહ્યુ છે.

ત્યારે કેટલાક સિન્ડિકેટ સભ્યો૧૮ માર્ચ થી પણ પહેલાની તારીખમાં પદવીદાન સમારોહ યોજવાની માંગ કરી રહ્યા છે. જાે કે વા.ચા.ની કાર્યધ્ધ્ધતિ સામે નારાજ સિન્ડિકેટ સભ્યો હાઇપાવર કમિટિનો રીપોર્ટ, વિદ્યાર્થીઓની માર્કસીટ સહિતનાં મુદ્દે વા.ચાને સામે મોરચો માંડે અને બેઠક તોફાની બને તેવા એંધાણ વર્તાય રહ્યા છે.