અંતે વડોદરાને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જાે પ્રાપ્ત
19, માર્ચ 2023

વડોદરા,તા ૧૮

વડોદરા સહિત મઘ્ય ગુજરાતનાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે આંનદનાં સમાચાર છે. વડોદરાનાં સાસંદ રંજનબેન ભટ્ટનાં લાંબા સમયનાં અથાક પ્રયાસો છેવટે સફળ રહ્યા છે. વડોદરા એરપોર્ટ ને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જાે પ્રાપ્પ થયો છે. અને હવે વડોદરા એરપોર્ટથી જ આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરતા મુસાફરોનું ઇમિગ્રેશન અને સીકયુરીટી ચેકિંગ થઇ જશે. અને આ અંગેનું ભારત સરકારનું ગેઝેટ કેન્દ્વિય ગૂહ પ્રઘાન અમિત શાહે વડોદરાનાં સાસંદ રંજનબેન ભટ્ટને હાથોહાથ આપ્યુ હતુ. આ રાજપત્ર જાહેર થતા જ વડોદરા એરપોર્ટનું વિશ્વમાં સ્ટેટસ બદલાઇ ગયુ છે.

તેને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જાે પ્રાપ્ત થયો છે. આ સુવિધાનો પ્રારંભ થતાજ વડોદરા સહિત મધ્ય ગુજરાત જતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે સમય અને કનેકટીંગ ફલાઇટ નો લાભ મળતો થઇ જશે. હવે વડોદરા એરપોર્ટથી ગલ્ફ દેશો જેવા કે દુબઇ, અબુધાબી, શારજાહ, સિંગોપર સહિતનાં દેશોની વિમાની સેવાનો લાભ મળતો થઇ જશે. અને ગલ્ફ દેશોમાંથી વડોદરાથી જતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ અમેરિકા, કેનેડા, યુકે સહિત વિશ્વનાં અનેક દેશોની કનેકટીંગ ફલાઇટ થી જાેડાઇ શકશે. જેનાંથી મુસાફરોનો સમય સાથે હવાઇ ટીકીટમાં પણ મોટી રાહત મળશે.

 ઉલ્લેખનિય છે કે થોડા દિવસો અગાઉ જ વડોદરા એરપોર્ટની મુલાકાતે કેન્દ્રિય ગૂહ મંત્રાલયની ટીમ સુરક્ષા વ્યવસ્થા અને ઇમિગ્રેશન માટેની સુવિઘા અંગે ચકાસણી કરી હતી. ત્યારે વડોદરાનાં સાસંદ રંજનબેન ભટ્ટનાં પ્રયાસો અને સતત કેન્દ્ર ગૂહ મંત્રાલય સહિત એવીએશન મંત્રાલયમાં રજુઆત રંગ લાવી હતી. અને વડોદરાની મુલાકાતે આવેલા કેન્દ્વિય પ્રધાન અમિત શાહે લક્ષ્મીવિલાસ પેલેસ એલવીપી ખાતે સાંસદ રંજનબેન ભટ્ટને વડોદરા એરપોર્ટનો ગેઝેટ રાજપત્ર સોપ્યોં હતો.

એરપોર્ટનું નામ ‘સર સયાજીરાવ ગાયકવાડ’ આપવા રજૂઆત

 વડોદરા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જાે મળ્યા બાદ હવે સાસંદ રંજનબેન ભટ્ટે કેન્દ્રિય ગૂહ પ્રઘાન અમિત શાહને એરપોર્ટનું નામ સર સયાજીરાવ ગાયકવાડ આપવા વિનંતી સાથે રજુઆત કરી હતી. અને આ અંગે અમિત શાહે સકારાત્મક સંકેત આપી આ અંગે ઉચ્ચકક્ષાએ રજુઆત કરવાની ખાત્રી આપી હતી. આંમ આગામી દિવસોમાં વડોદરા એરપોર્ટનું નામકરણ સર સયાજીરાવ ગાયકવાડ સાથે જાેડવામાં આવે તેવી પુરી શકયતાઓ છે.

ઇમિગ્રેશન અને સિકયુરિટી ચેકથી પ્રવાસીઓ માટે આર્શીવાદરૂપ

વડોદરા એરપોર્ટ ખાતેથી કસ્ટમ ઇમિગ્રેશન અને સિકયુરીટી ચેકીંગ વડોદરા ખાતે જ સંપન્ન થતા વિદેશ જતા અને આવતા મુસાફરોનો સમય અને સાથે વડોદરાથી સીઘી ગલ્ફની ફલાઇટનો લાભ મળતા આગળ કનેકટીંગ ફલાઇટનો લાભ મળશે અને આ કારણે વિદેશ જતા મુસાફરોના પૈસા અને સમયનો ધંણો ફાયદો થશે

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution