અમદાવાદ-
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયુ છે. શંકરસિંહ વાઘેલા ફરીથી કોંગ્રેસમાં જોડાશે તે અટકળ તેજ બની છે. ત્યારે આ અટકળને લઈને શંકરસિંહ વાઘેલાએ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરીને પ્રતિક્રિયા આપી હતી.
મારા કોંગ્રેસમાં જોડાવવા અંગેના અહેવાલો પર પ્રતિક્રિયા pic.twitter.com/pNmV5ofCZu
— Shankersinh Vaghela (@ShankersinhBapu) February 3, 2021
શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે, મારું રાજકારણ પ્રજા કારણ છે. રૂટિન પોલિટિશિયન જેવું નથી. એમાં પણ જ્યારે કોંગ્રેસના વર્ષોના સંબંધી દિગ્ગજ નેતા અહેમદ પટેલનું નિધન થયું ત્યારે સ્વભાવિક છે કે તેમના જનાજામાં હાજરી આપવી, પરિવારના સભ્યોને આશ્વાસનના બે શબ્દો કહેવા અને તેમના નશ્વર દેહને અંકલેશ્વર લઇ આવ્યા ત્યારે સ્વભાવિક હું ત્યાં ગયો. ત્યારબાદ હું વિધિ પતાવીને બહાર આવ્યો ત્યારે ઘણા કાર્યકર્તાઓ મને ભેટીને રડ્યા હતા અને ઘણા આગેવાનોએ પણ કોંગ્રેસમાં આવવા માટે જણાવ્યું હતું.
Loading ...