આ જીલ્લા તેમજ પર્યટન સ્થળ સહિત કોઈ પણ સ્થળે સેલ્ફી લેવા પર મૂકાયો પ્રતિબંધ, જાણો કારણ

અમદાવાદ-

હવે જ્યારે તમે ગુજરાતના એક માત્ર હિલ સ્ટેશન સાપુતારા અથવા મનોહર ડાંગ જિલ્લાના કોઈ અન્ય પર્યટન સ્થળની મુલાકાત લો ત્યારે ભૂલથી પણ સેલ્ફી ક્લિક ન કરતાં. જાે તમે સેલ્ફી લેતા ઝડપાયા તો, તે ગુનો ગણાશે અને તમારી સામે પોલીસ કાર્યવાહી થશે. ડાંગ એ ગુજરાતનો પહેલો એવો જિલ્લો બન્યો છે, જ્યાં જિલ્લાના કોઈ પણ સ્થળે સેલ્ફી લેવા પર પ્રતિબંધ મૂકાયો છે અને ખાસ કરીને પર્યટન સ્થળ પર.

સેલ્ફી પર પ્રતિબંધ લગાવતું જાહેરનામું ૨૩ જૂનના રોજ એડિશનલ મેજિસ્ટ્રેટ ટી.કે. ડામોર દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. જાહેરનામામાં ચોમાસા દરમિયાન કોઈ પણ નદી અથવા અન્ય જળાશયોમાં સ્થાનિકો પર પણ કપડા ધોવાથી ન્હાવા સુધીનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોઈ પણ અણધારી ઘટના ન બને તે માટે આ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. ૨૦૧૯માં વહીવટીતંત્રએ વાઘાઈ-સાપુતારા હાઈવે અને ધોધ પર સેલ્ફી લેવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

'ચોમાસું શરૂ થતાં જ, ડાંગમાં પર્યટકોનો ભારે ધસારો જાેવા મળી રહ્યો છે. પ્રકૃતિની મજા માણતી વખતે ઘણા બેદરકારીભર્યું વર્તન કરે છે અને સેલ્ફી લે છે, જે ક્યારેક જીવલેણ સાબિત થઈ શકે તેવા અકસ્માત તરફ દોરી જાય છે. આ જાહેરનામું આવી જ ઘટનાઓને રોકવા માટે બહાર પાડવામાં આવ્યું છે', તેમ ડામોરે જણાવ્યું હતું. વહીવટીતંત્રએ નોંધ્યું હતું, સેલ્ફી લેવી તે માત્ર પર્યટકના મનપસંદ સ્થાન પૂરતી મર્યાદિત નથી, પરંતુ આમ રોડ, ખડકો, ધોધ તેમજ નદીઓ જેવા સ્થળે પણ જાેવા મળે છે. 'આવા જાેખમી વર્તનને ધ્યાનમાં લેતા, સમગ્ર જિલ્લા માટે પ્રતિબંધિત આદેશો જાહેર કરવામાં આવ્યા છે', તેમ ડામોરે ઉમેર્યું હતું. કોવિડ-૧૯ના કેસ ઓછા છતાં અને પ્રતિબંધ હળવા કરાતા ડાંગમાં પ્રવાસીઓનો ભારે ધસારો જાેવા મળી રહ્યો છે. ભૂતકાળમાં, સેલ્ફી લેતી વખતે લોકો મૃત્યુ પામ્યા હોય અથવા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હોવા તેવા અનેક કિસ્સા જિલ્લામાંથી સામે આવ્યા હતા. કેટલાક પર્યટન સ્થળો એટલા જાેખમી છે કે, ત્યાં લાઈફગાડ્‌ર્સને તૈનાત કરવામાં આવ્યા હતા.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution