મોડી રાત્રે મુંબઈમાં સનરાઈઝ હોસ્પિટલમાં આગ,10નાં મોત
26, માર્ચ 2021

મુંબઈ

મુંબઈના હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની છે. ભાડુંપમાં આવેલી સનરાઈઝ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટનાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ૧૦ લોકોના મોત થયા હોવાની ખબર મળી રહી છે. રેસ્ક્યુ ઓપરેશન જારી છે. બનાવની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. આ આગ લાગવાનું કારણ શું હતું તે હજુ સુધી જાણવા મળ્યું નથી. હોસ્પિટલમાં રાત્રે લગભગ ૧૨ઃ૩૦ વાગ્યે આગ લાગવાની ઘટના બની હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની ૨૩ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી. હોસ્પિટલમાં આગ ઓલવવાની કામગીરી સાથે તેમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની પણ કામગીરી કરાઈ હતી.

હોસ્પિટલમાંથી ૭૦ જેટલા દર્દીઓને કાઢીને અન્યત્ર શિફ્ટ કરવામાં આવ્યા છે. જેમાં કોરોનાના દર્દીઓનો પણ સમાવેશ થાય છે. આ મૉલ ભાંડુપમાં એલબીએસ માર્ગ પર આવેલો છે. ઘટના સ્થળ પર પહોંચેલા મુંબઈના મેયર કિશોરી પેડનેકરે જણાવ્યું કે, હજુ સુધી આગ કયા કારણોસર લાગી હતી તે વિશે જાણવા નથી મળ્યું. તેમણે એ પણ જણાવ્યું કે મેં પહેલીવાર મૉલમાં હોસ્પિટલ જાેઈ છે. આ મામલે એક્શન લેવામાં આવશે. તેમણે જણાવ્યું કે હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ સહિત ૭૦ લોકોને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ડીસીપી પ્રશાંત કદમેજણાવ્યું કે લગભગ ૨૨ ફાયર ફાઈટર આગ પર કાબૂ મેળવવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. આ ઘટનામાં બે લોકો લોકોના જીવ ગયા હોવાની માહિતી મળી રહી છે. આગ કઈ રીતે લાગી અને મૉલમાં હોસ્પિટલની મંજૂરી કઈ રીતે મળી તે અંગે આગળની તપાસ કરવામાં આવશે. આ ઘટના માટે કોણ જવાબદાર છે તેની તપાસ થયા બાદ તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી તૈયારી મેયર દ્વારા દર્શાવવામાં આવી છે.



© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution