લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, જુલાઈ 2026 |
2178
ભારતીય વિકેટકીપર-બેટ્સમેન યાસ્તિકા ભાટિયા ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર ટેસ્ટ સદી ફટકારનાર પ્રથમ મહિલા બની છે. રવિવારે લોર્ડ્સ ખાતે ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ મેચમાં ભારતની બીજી ઇનિંગ દરમિયાન યાસ્તિકાએ ૧૧૩ રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે ૧૫૮ બોલનો સામનો કર્યો હતો અને ૧૪ ચોગ્ગા ફટકાર્યા હતા. લોર્ડ્સ ખાતે રમાઈ રહેલી આ પહેલી મહિલા ટેસ્ટ મેચ છે. યાસ્તિકા ટેસ્ટ મેચની ત્રીજી કે ચોથી ઇનિંગમાં સૌથી વધુ રન બનાવનારી ભારતીય મહિલા બેટ્સમેન પણ બની. તે આવું કરનારી પહેલી સદી ફટકારનાર ખેલાડી પણ છે. આ યાદીમાં બીજા ક્રમે સંધ્યા અગ્રવાલ છે, જેમણે ૧૯૮૫માં લખનૌના મેદાન પર ન્યૂઝીલેન્ડ સામે ૯૮ રન બનાવ્યા હતા. આ પહેલા સંધ્યાએ ૧૯૮૪માં વાનખેડે સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે ૮૩ રન બનાવ્યા હતા. સૌરવ ગાંગુલી બાદ, જેમણે ૧૯૯૬માં પોતાના ડેબ્યૂમાં ૧૩૧ રન બનાવ્યા હતા, યાસ્તિકા લોર્ડ્સમાં ટેસ્ટ સદી ફટકારનાર માત્ર બીજાે ડાબોડી ભારતીય બેટ્સમેન છે.ટોસ હારીને બેટિંગ કરવાનો ર્નિણય લીધા બાદ, ભારતીય મહિલા ટીમે તેમની પ્રથમ ઇનિંગમાં ૨૮૫ રન બનાવ્યા. સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ ૮૩ રન બનાવ્યા, જ્યારે કેપ્ટન હરમનપ્રીત કૌર અને દીપ્તિ શર્માએ અનુક્રમે ૫૮ અને ૫૭ રનનું યોગદાન આપ્યું. વિપક્ષ તરફથી સોફી એક્લેસ્ટોને ત્રણ વિકેટ લીધી.સૌરવ ગાંગુલી બાદ, જેમણે ૧૯૯૬માં પોતાના ડેબ્યૂમાં ૧૩૧ રન બનાવ્યા હતા, યાસ્તિકા લોર્ડ્સમાં ટેસ્ટ સદી ફટકારનાર માત્ર બીજાે ડાબોડી ભારતીય બેટ્સમેન છે.