પ્રભાસની આગામી ફિલ્મ રાધેશ્યામનો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. પ્રભાસ 20 ઘણા દિવસથી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઇ રહ્યું હતું અને હવે પ્રભાસની આ 20મી ફિલ્મનું પોસ્ટર રિલીઝ થઇ ચૂક્યું છે. પૂજા હેગડે અને પ્રભાસ સ્ટારર ફિલ્મનું પોસ્ટર અંગ્રેજી, હિન્દી, તમિળ અને મલયાલમ ભાષામાં રિલીઝ થયું છે. પ્રભાસે ફિલ્મનું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કરી લખ્યું, આ તમારા માટે છે, મારા ફેન્સ. આશા છે તમને ગમશે.

ટી સિરીઝના ભૂષણ કુમાર અને ફિલ્મના કો-પ્રોડ્યુસરે લખ્યું કે, જબ તક રહેંગે સૂરજ ચાંદ, યાદ રહેંગે યે રાધેશ્યામ. આ રોમેન્ટિક ડ્રામા 2021માં રિલીઝ થઇ શકે છે. ફિલ્મના પોસ્ટરમાં ઇટલીના લેન્ડમાર્ક ઐતિહાસિક સ્મારક જેવા કે રોમન ફોરમ વગેરે દેખાય છે. હવે એ જોવાનું રહ્યું કે ફિલ્મના પ્લોટમાં રોમને કઈ રીતે બતાવવામાં આવશે અને સ્ટોરી કઈ રીતે ગૂંથવામાં આવી હશે.

આ ફિલ્મને રાધા કૃષ્ણ કુમાર ડિરેક્ટ કરવાના છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં ભાગ્યશ્રી, મુરલી શર્મા, સચિન ખેડેકર, પ્રિયદર્શી, સાશા છેત્રી, કુણાલ રોય કપૂર વગેરે સામેલ છે. આ બિગ બજેટ ફિલ્મને ટી સિરીઝ અને યુવી ક્રિએશન સાથે મળીને પ્રોડ્યુસ કરવાનું છે. આ ફિલ્મ હિન્દી, તમિળ અને તેલુગુ ભાષામાં એકસાથે શૂટ થશે.