ફિટમેન અનિલ કપૂરનો શર્ટલેસ અવતાર વાયરલ,63 વર્ષીય અભિનેતા લાગ્યા “ઝકાસ”

મુંબઇ 

63 વર્ષીય અનિલ કપૂરનો શર્ટલેસ અવતાર સોશિયલ મીડિયામાં ઘણો જ વાઈરલ થયો છે. અનિલે બીચ તથા પૂલમાં ક્લિક કરેલી તસવીરો ઈન્સ્ટાગ્રામમાં શૅર કરી હતી. આ તસવીરોમાં અનિલ કપૂરની ટોન્ડ બૉડી જોવા મળી હતી. અનિલે આ તસવીરો સાથે પોતાની ફિટનેસ જર્ની પણ શૅર કરી છે. તેણે કહ્યું હતું, 'આ પાપા જ્ઞાન આપતા નથી, આ તો બસ પોતાનું ટોપ ઉતારે છે અને બીચ પર વૉક કરે છે.'

અનિલે આગળ કહ્યું હતું, 'દરેકની નબળાઈ હોય છે. મારી નબળાઈ ભોજન છે. મારી અંદરનો પંજાબી છોકરાને હંમેશાંની જેમ વિવિધ પ્રકારની વાનગીઓ ઘણી જ પસંદ છે. લૉકડાઉન દરમિયાન મારું વધતું પેટ જોઈને મારી આંખો પહોળી થવા લાગી હતી.


આ દરમિયાન હર્ષ (દીકરો) તથા મારો ટ્રેનર માર્ક બંને મારી પાછળ લાગેલા હતા અને મારું ડાયટ નક્કી કર્યું હતું. મેં પ્રયાસ કર્યો અને ફિટનેસને યોગ્ય કરવાની લડાઈ લડી. અનેકવાર હાર્યો પરંતુ મારી પાછળ મારો પૂરો પરિવાર ઊભો હતો. ફિટનેસ ક્યારેય એક સ્ત્રી કે પુરુષની એકલાની વાત હોતી નથી, આમાં બહુ જ બધું પ્રોત્સાહન તથા સહયોગ જોઈએ. ક્યારેક-ક્યારેક મારી અંદરનો પંજાબી મુંડા જાગી જતો, પરંતુ જ્યારે આ પ્રકારની તસવીરો સામે આવે છે, ત્યારે બહુ જ સારું લાગે છે.'


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution