વડોદરા, તા.૮

યુ.એ.પી.એ કડક અને નવાનાં ૪૯ આરોપીઓ દોષીત ઠેરવાયા છે.એ પૈકી પાંચ વડોદરાનાં છે.જમનો બોમ્બ બ્લાસ્ટ કેસમાં મહત્વનો રોલ હોવાનું પોલીસે શોધી અદાલત સમક્ષ સાબીત પણ કર્યું છે.હત્યા અને ત્રાસવાદી કૃત્યનું કાવતરૂ ઘડવા બદલ બુધવારે વડોદરાનાં તમામ પાંચને કડક સજા જાહેર કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં ૨૬ જુલાઈ ૨૦૦૮ના રોજ થયેલા અલગ અલગ જગ્યાએ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ૧૪ વર્ષ બાદ ચુકાદો આવ્યો છે. જેમાં શહેરના પાંચ આરોપીને કોર્ટે દોષિત ઠરાવ્યા છે. જેમાં બે ભાઈઓ પણ સામેલ છે. પાંચેય દોષિત પૈકી એક ઈકબાલ શેખ અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં બોમ્બ સાથેની સાઈકલ મુકી હતી સાથે જ એએમટીએસ બસમાં પણ બોમ્બ બ્લાસ્ટ કર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું હતુ. કોર્ટ આજે આ પાંચે દોષિતોને સજા ફટકારશે. ૨૬ જુલાઈ ૨૦૦૮ના રોજ અમદાવાદ શહેરમાં અલગ અલગ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થતા બોમ્બના ધડાકાઓથી આખુ અમદાવાદ ધ્રુજી ગયુ હતુ. આ સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં ૫૪ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. જાે કે આ કેસની તપાસ ચાલી રહી હતી, એક પછી એક આરોપીઓ પણ પકડમાં આવવા લાગ્યા હતા. જેમાં વડોદરાના પાંચ આરોપીઓ પણ આ કેસમાં સામેલ હોવાનું જાણવા મળતા તેમની ધરપકડ કરાઈ હતી. બાદમાં તેમની પુછપરછ અને કોર્ટમાં જુબાની પણ લેવામાં આવી હતી. આ પાંચ આરોપી પૈકી બે આરોપીઓ ભાઈ હોવાનું પણ સામે આવ્યુ હતુઆ તમામ દોષિતોને આજે સવારે ૧૦.૩૦ વાગ્યે સજા ફટકારવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના પાંચેય દોષિતો પૈકી બે દોષિતો ભાઈઓ અને એક દોષિતે બસમાં બ્લાસ્ટ કર્યો હતો તેની સાથે અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં બોમ્બ સાથેની સાઈકલ પણ મુકી હતી. જાે કે આ દોષિતોને કઈ સજા ફટકારવામાં આવે છે તે આજે કોર્ટ ર્નિણય લેશે.

તપાસ માટે પોલીસ વડોદરા સુધી કેવી રીતે પહોંેચી?

૨૬ જુલાઈ ૨૦૦૮ ની તારીખે અમદાવાદમાં એક પછી એક ૨૧ સીરીયલ બ્લાસ્ટના છેડા વડોદરા સુધી જાેડાયેલા હોવાનું પોલીસને બીજીજ દિવસે ખબર પડી ગઈ હતી. એક નહીં ફુટેલા બોમ્બ જે છાપામા વિટાળાયેલો હતો એ અખબાર વડોદરાનુ હોવાનુ જાેતાજ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તાત્કાલિક પોલીસની ટીમો વડોદરા દોડીવી હતી. પોલીસની ટીમોએ સંવેદનશીલ વિસ્તારોમાં સીમીના સ્લીપર સેલની તપાસ કરી હતી અને એક પછી એક પગેરૂ મળતાં અંતે ત્રાસવાદી ક્રુત્ય સાથે સંકળાયેલા પાંચને ઝડપી લેવાયા હતા.એક્સપ્રેસ હાઈવેનાં ઉપયોગથી આરોપીઓ ઓળખાયા. અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમને વડોદરાથી પ્રકાશીત અખબારમાં નહિ ફુટેલા બોમ્બ મળતાં જ વડોદરામાં પોલીસે ધામા નાંખ્યા હતા એ દરમ્યાન એક્સપ્રેસ હાઈવેના ટોલનાકા ઉપર બ્લાસ્ટ અગાઉ પસાર થયેલા વાહનોના નંબર મેળવાયા હતા એ સમયે વડોદરાના આરોપીઓ લઈ જતી કારનાં સી.સી.ટીવી ફ્રુટેજ મેળવાયા હતા જેમાં આગળ બેઠેલા બે આરોપીઓ ઓળખાઈ જતાં પાંચેયને ઝડપી લેવાયા હતા. મહત્વની વાતઓએ છે કે ૨૧ પૈકી કેટલાક બોમ્બ વડોદરામાં બનાવાયા હતા આ બોમ્બ લઈને આરોપીઓ અમદાવાદ પહોચ્યા હતા.એ કારને પોલીસે શોધી કાઢી હતી.

શહેરના પાંચ દોષીઓના

નામ અને સરનામા

• કયામુદ્દીન ઉર્ફે મુસા ઉર્ફે સમીર સરફુદ્દીન કાપડિયા - સ્વામિનારાયણ મંદિર પાછળ, તાઈવાડા

• રફીયુદ્દીન સરફુદ્દીન કાપડિયા - મૂળ ભરૂચ અને હાલ સ્વામિનારાયણ મંદિર પાછળ તાઈવાડા

• ઈમરાન ઈબ્રાહિમ શેખ - પાંજરીગર મસ્જીદની પાસે તાઈવાડા

• ઈકબાલ કાસમ શેખ - ભોઈવાડા નાકા, યાકુબપુરા કબીર કેમ્પ

• મોહંમદ ઉસ્માન મોહંમદ અનીસ અગરબત્તીવાળા - મહંતનો ખાચો, તાઈવાડા